Western Times News

Gujarati News

હિંદુ સમાજને જાેડવા સ્વયંસેવકોને RSSના ભાગવત આહવાન કરશે

ભાગવત ૧૪ અને ૧પ એપ્રિલે અમદાવાદમાં સભા યોજશે

(એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સ્ઘના સરસંઘચાલક મોહન ભાગવત આગામી ૧૪ અને ૧પ એપ્રિલના દિવસે અમદાવાદના આવશે અહી. જીએમડીસી ગ્રાઉન્ડ પર એક મોટી સભા તેઓ સંબોધીત કરશે. આ દિવસે ભાગવત સંઘના ૧૦ હજારથી વધુ સ્વયંસેવકોને ભારતના દલીત-આદીવાસી-ઓબીસી સહીતના હિન્દુ સમાજને જાેડવા માટે હાકલ કરશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગગીની શાખા વિશ્વ સંવાદ કેન્દ્રના પ્રદીપ જૈનના જણાવ્યા મુજબ ભાગગવત ૧૪ એપ્રિલે સમગ્ર સમાજને સંગઠીત કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનેસંબોધીત કરવાના છે, જેમાં અમદાવાદની તમામ શાખાઓમાં સ્વયંસેવકોને તેઓ સંબોધીત કરશે.

આ સિવાય ૧પ તારીખે ગુજરાત યુનિવસીટીના સેનેટ હોલમાં પુનરુત્થાન ટ્રસ્ટના ઉપક્રમે ૧પ૦ જેટલા વિવિધ પુસ્તકોનું વિમોચન કરશે અને તે પુસ્તકો પણ રાષ્ટ્ર અને સમાજ ચેતના સંદર્ભે લખાયેલા છે. એક રીતે સંઘનું લોકસભા ચુંટણીઓ પહેલા ગુજરાતમાં શકિત પ્રદર્શન હશે.

ભાગવત પોતે ગુજરાતમાં યોજાઈ રહેલા આ મોટા કાર્યક્રમમાં હાજર રહેવાના હોઈ તેમની અસરો ખુબ મોટી મનાય છે. હજુ ગયા સપ્તાહે જ ભાગવત અમદાવાદમાં યોજાયેલી આચાર્ય સભાની એક બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની સાથે હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.