Western Times News

Gujarati News

IPL2023 : અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનો વિજય

નવી દિલ્હી, બોલર્સના લજવાબ પ્રદર્શન બાદ ઓપનર શુભમન ગિલે ફટકારેલી અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૬મી સિઝનમાં ગુરૂવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. Gujarat Titans vs Punjab Kings IPL 2023

મોહાલીમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, પંજાબના બેટર્સ મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. પંજાબે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં મેથ્યુ શોર્ટે સૌથી વધુ ૩૬ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે ૧૯.૫ ઓવરમાં ચાર વિકેટે ૧૫૪ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

જાેકે, ગુજરાત સારી સ્થિતિમાં હોવા છતાં મેચને અંતિમ ઓવર સુધી લઈ ગયું હતું. શુભમન ગિલે સૌથી વધુ ૬૭ રન ફટકાર્યા હતા. ૧૫૪ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈટન્સની બેટિંગ પણ ધીમી રહી હતી. જાેકે, ઓપનર રિદ્ધિમાન સહાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે ૪.૪ ઓવરમાં ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી. સહાએ ૧૯ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૩૦ રનની ઈનિંગ્સ રમી હતી.

જ્યારે સાઈ સુદરર્શન ૧૯ અને કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવી શક્યા હતા. શુભમન ગિલે ટીમ માટે સૌથી વધુ ૬૭ રનની ઈનિંગ્સ રમી હતી. શુભમન ગિલ અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. ગિલે ૪૯ બોલનો સામનો કર્યો હતો અન સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ડેવિડ મિલર ૧૮ બોલમાં એક ચોગ્ગા સાથે ૧૭ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. રાહુલ તેવાટિયાએ સેમ કરનના બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

રાહુલે અણનમ પાંચ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, હરપ્રીત બ્રાર અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઈટન્સ ટીમે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, ઘરઆંગણે રમી રહેલી પંજાબ કિંગ્સની બેટિંગ નિરાશાજનક રહી હતી.

ટીમ માટે કોઈ બેટર મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો. ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૩ રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં મિડલ ઓર્ડરના બેટર્સે યોગદાન આપ્યું હતું. જાેકે, તે તમામ બેટર્સની બેટિંગ ધીમી રહી હતી. ઓપનર પ્રભસિમરન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

જ્યારે કેપ્ટન શિખર ધવન આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં મેથ્યુ શોર્ટે ૨૪ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ટીમ માટે સૌથી વધુ ૩૬ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ભાનુકા રાજપક્સાએ ૨૬ બોલમાં ૨૦ રન, જિતેશ શર્માએ ૨૩ બોલમાં ૨૫ રન અને સેમ કરને ૨૨ બોલમાં ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.