Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

માં ગુજરી જતાં નવજાતને દૂધ માટે મંત્રીજીએ ગાય આપી પરંતુ ઘાસચારાની વ્યવસ્થાનું શું ?

નવી દિલ્હી, ગાયને માતાનો દરજ્જાે આપવામાં આવ્યો છે. ગાયનું દૂધ સર્વગુણકારી છે. હાલમાં જ તેલંગણાનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. મંત્રી ટી હરીશ રાવે ગરીબ પરીવાર માટે ગાયની વ્યવસ્થા કરી આપી હતી. કારણ કે માતાનું નિધન થવાથી નવજાત શિશુને પીવડાવા દૂધની કમી ઊભી થઇ હતી.

આ વાત મંત્રીજીને જાણ થતા તેમણે એક ગાય પરીવારને મોકલી આપી હતી. ત્યાર બાદ બધાને લાગ્યું કે આ કિસ્સાનો હવે સુખદ અંત આવ્યો. પરંતુ નહીં, હવે ગરીબ પરીવાર સામે વધુ એક મુશ્કેલી ઊભી થઇ છે

પરીવારની સ્થિતિ ખરાબ છે અને હવે ગાયનું ભરણપોષણ કરવા તેમની પાસે ઘાસચારાની વ્યવસ્થા નથી. નવજાત બાળકીના માતા-પિતાનું નામ જંગાબાબુ અને કોડાપા પારુબાઈ છે. તેઓ આદિલાબાદ જિલ્લાના ઇન્દ્રવેલી મંડળના ગામ રાજુગુડાના છે.Cow News Gujarati

પારુબાઈએ જાન્યુઆરીમાં ઇન્દ્રવેલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકીને જન્મ આપ્યો હતો. બીજા દિવસે પરિવાર પારુબાઈ અને બાળકને પોતાના ઘરે પરત લઈ આવ્યો હતો. પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે ૧૦ દિવસ બાદ જ પારુબાઈનું દુઃખ અવસાન થયું હતું. બાળકીના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી હવે તેના પિતા જંગુબાબુ અને દાદા બાપુ રાવ પર આવી ગઇ હતી. ગામમાં દૂધના પેકેટ ન મળતા હોવાથી તેમને દૂધ ખરીદવા માટે દરરોજ ૧૦ કિમી દૂર જવું પડતું હતું.

જેના માટે તેને કોઇ પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડતો હતો. આ વાત તેલંગણાના મંત્રી ટી હરીશ રાવના ધ્યાનમાં આવી હતી. તેમણે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આદેશ કરતા સમગ્ર સ્ટાફ બાળકી અને પરીવારની મુલાકાત લેવા પહોંચ્યો હતો.

આ સાથેજ બાળકીને ખવડાવવા માટે પરીવારને દૂધના પેકેટ્‌સ અને પોષણયુક્ત આહારના પેકેટ્‌સ પણ આપ્યા હતા. દૂધની કાયમી સમસ્યાને નિવારવા અને બાળકીના પિતાની વિનંતીને ધ્યાનમાં રાખીને પરીવારને ગાય પણ આપવામાં આવી હતી. થોડા દિવસો બાદ બોથના સેશન ન્યાયાધીશે પણ બાળકીને ખવડાવવા માટે વધુ એક ગાય પરિવારને આપી હતી. હવે બે-બે ગાયો મળતા પરીવાર દૂધની સમસ્યાને પહોંચી વળવા સશક્ત હતો.

પરંતુ અહીંથી નવી સમસ્યા ઊભી થઈ હતી. હવે ગાયોને ખવડાવવા માટે ઘાસચારો લાવવા માટે તેઓએ લાંબા અંતરની મુસાફરી કરવી પડી રહી છે. તેમને બળદ ખરીદવા માટે જે પૈસા બચાવ્યા હતા તે હવે ગાયો માટે ઘાસચારો ખરીદવા માટે ખર્ચ કરવા પડે છે. હવે તેઓ ગાયોને ખવડાવવા માટે પૈસા ઉધાર માંગી રહ્યા છે.

વાતચીત દરમિયાન જંગાબાબુએ પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ કે, પહેલા અમે અમારી બાળકીને ખવડાવવા માટે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા. વડીલોના આશીર્વાદથી અમને બે-બે ગાયો મળી અને અમારી મુશ્કેલીનું સમાધાન થયું. પરંતુ હવે અમે તે ગાયને ખવડાવવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં ઉનાળાના કારણે ઘાસચારો પણ સરળતાથી નથી મળી રહ્યો અને અન્ય સપ્લીમેન્ટ્‌સ પણ અમે ઉપબ્ધ કરાવી શકતા નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers