Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સતીશ કૌશિકની જન્મતિથિ પર દીકરી ખૂબ રડી

મુંબઈ, Late actor Satish Kaushikની ૧૩ એપ્રિલે બર્થ એનિવર્સરી હતી. સતીષ કૌશિકના અવસાન પછી તેમનો પહેલો જન્મદિવસ આવ્યો હતો. આજે પરિવારની હાલત શું હશે તેની કલ્પના તમે કરી શકો છો. ખાસ કરીને સતીષ કૌશિકની ૧૦ વર્ષની દીકરી વંશિકાની હાલત દયનીય છે. Late actor Satish Kaushik

વંશિકાએ પિતાના અવસાન બાદ સોશિયલ મીડિયા અકાઉન્ટ જ ડિલિટ કરી નાખ્યું હતું. વંશિકાની હાલત કેવી છે તે સતીષ કૌશિકના ભત્રીજા નિશાંતે જણાવ્યું છે. નિશાંત કૌશિકે જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી વંશિકા સતત રડી રહી છે. ગઈકાલે પણ તે ખૂબ રડી હતી અને પછી કાકીએ તેને માંડ ઊંઘાડી હતી. તે પપ્પાને બહુ મિસ કરી રહી છે. તે વારંવાર એક જ વાતનું રટણ કરે છે કે- પપ્પાનો બર્થ ડે આવી રહ્યો છે પણ તે અહીં નથી.

વંશિકાએ પિતાના બર્થ ડે માટે કેવી તૈયારી કરી હતી તેના વિશે વાત કરતાં નિશાંતે કહ્યું વંશિકાએ પોતાના પપ્પા માટે કાર્ડ પણ બનાવ્યું છે. કાકી મા તરીકે પોતાને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ હંમેશા વંશિકા સાથે રહે છે. સતીષ કૌશિકના ખાસ મિત્ર અને બોલિવુડ એક્ટર અનુપમ ખેરે દિવંગત મિત્ર માટે ખાસ શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કર્યું.

જેથી સતીષ કૌશિક સાથે જાેડાયેલી ખાસ યાદોને સૌ સાથે મળીને ઉજવી શકે. નિશાંતે જણાવ્યું, કાકાના અવસાનના એક મહિના પછી જ તેમની પહેલી જન્મતિથિ આવી છે. આ સમય અમારા બધા માટે ખૂબ મુશ્કેલ છે. તેમના નિધનના આઘાતમાંથી હજી સુધી અમે લોકો બહાર નથી આવ્યા. તેમની દીકરી વંશિકા અને કાકી દુઃખમાં ગરકાવ છે અને તેમાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યા છે.

અમે પોતાને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. સતીષ કૌશિક દર વર્ષે પોતાનો જન્મદિવસ કઈ રીતે ઉજવતા હતા તેની પણ જાણકારી નિશાંતે આપી છે. તેણે કહ્યું, “તેઓ પોતાના મિત્રોને મળવા જતા હતા અને તેમની સાથે અનિલ કપૂર સર, અનુપમ ખેર સર અને બોની કપૂર સર રહેતા હતા.

તેઓ પરિવાર સાથે રાત વિતાવતા હતા. આ વખતે પણ તેમનો બર્થ ડે કઈ રીતે ઉજવવો તે અમે વિચારી રાખ્યું હતું. આ ખાસ દિવસે અમે તેમને શ્રદ્ધાંજલી આપવાના છીએ અને તેમની લાઈફને સાથે મળીને સેલિબ્રેટ કરીશું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers