ઝારખંડમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરાઇ
રાંચી, કોડરમા જીલ્લાના નવલશાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ મસમોહનામાં એક વ્યÂક્તએ પોતાના પરિવારના પાંચ સભ્યોનું ગળુ કાપી હત્યા કરી દીધી છે.તેમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. એક અન્ય ગંભીર રૂપે ઘાયલ થયો છે જેની સારવાર ચાલી રહી છે ધટના હરિજન ટોલાની છે હત્યારો માનસિક રીતે બીમાર હોવાનું જણાવાય છે પોલીસ ધટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ અંગેની તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કોડરમા જીલ્લાના નવલશાહી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિજન ટોલામાં ગત રાત્રિ લગભગ ૨.૩૦ કલાકે એક અત્યંત જ વીભત્સ ઘટનાને પરિણામ આપતા એક માનસિક વિક્ષિતપ્ત યુવકે પોતાના જ પરિવારના પાંચ લોકોની નિર્મમ હત્યા કરી દીધી મળતી માહિતી અનુસાર હત્યારા ગંદા દાસ ઉવ ૩૦એ સૌથી પહેલા ધારદાર હથિયારથી પોતાના બાળકો એક પુત્ર એક પુત્રીનું ગળુ કાપી નાખ્યુ ત્યારબાદ માતા શાંતિ દેવીની હત્યા કરી દીધુ ત્યારબાદ પોતાની પત્નીની પણ હત્યા કરી બાદમાં તેણે પોતાની બે ભત્રીજી પર હુમલો કર્યો હતો જેમાં એકનું મોત નિપજયુ હતું જયારે એકને ગંભીર ઇજા થઇ હતી આથી તેને હોÂસ્પટલાં ખસેડવામાં આવી હતી. કહેવાય છે કે ઘટના બાદ યુવક એક રૂમમાં બંધ થઇ ગયો હતો તેને ખુબ મહેનત બાદ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં શોક ફેલાઇ ગયો છે જયારે હાલ પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.