અતીક અહમદ અને અશરફના હત્યારાઓને મળી હતી સોપારી
ત્રણેયમાંથી એક આરોપી મોહિત ઉર્ફ સની જેલમાંથી જ હૈંડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેણે મર્ડરની સોપારી આપી હતી
પ્રયાગરાજ, અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હુમલાખોરોને બંનેની હત્યાની સોપારી આપી હતી.
અતીક અને અશરફની હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓને એડવાંસમાં ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, ત્રણેયમાંથી એક આરોપી મોહિત ઉર્ફ સની જેલમાંથી જ હૈંડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેણે મર્ડરની સોપારી આપી હતી. આ વાત પણ જાણવા મળી છે કે, હૈંડલરે જ ત્રણેય પિસ્તોલ અને કારતૂસની વ્યવસ્થા કરી આપી હતી.
અતીક અહમદ અને અશરફની હત્યામાં લવલેશ તિવારી (બાંદા, મોહિત ઉર્ફ સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ)ની વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અને ૩૦૭ ઉપરાંત આયુધ અધિનિયમ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીને રાતમાં જ પકડીને ઘટનામાં ઉપયોગ લેવાયેલા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય હુમલાખોરો એકબીજાને જાણતા હતા. સની અને લવલેશની મુલાકાત બાંદા જેલમાં થઈ હતી. બાદમાં બંને દોસ્ત થઈ ગયા. જ્યારે સની અને અરુણ પહેલાથી દોસ્ત હતા અને સનીએ જ લવલેશની અરુણ સાથે દોસ્તી કરાવી હતી.
અતીક અને તેના ભાઈ અશરફની શનિવાર રાતે હુમલાખોરે તે સમયે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જ્યારે પોલીસ બંનેના મેડિકલ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.