બુલેટ ટ્રેન પ્રોજેકટમાં લોખંડની બ્રેસીંગ પાઇપોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પો.અધિ.સા. ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા અને અટકાવવા સારૂ સુચના કરેલ અને મહે.ના.પો.અધિ.સા . નડીયાદ વિભાગ નડીયાદ નાઓ દ્વારા પણ મિલ્કત સબંધી ગુનાઓ તેમજ અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલવા માટે
વારંવાર સુચનાઓ કરેલ હોય જે સુચનાઓની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ. કે.કે.ઝાલા નડીયાદ રૂરલ નાઓના માગૅદર્શન હેડળ આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૩ ના રોજ સર્વેલન્સ પો.સબ.ઈન્સ. આર.એચ.દેસાઈ તથા એ.એસ.આઈ.વનરાજસિંહ,
શ્રવણકુમાર, પરેશકુમાર, પ્રહલાદસિંહ, નવઘણભાઇ એ રીતેના પોલીસ માણસો મિલ્કત સંબધી ગુનાઓ શોધવા અને અટકાવવા સારૂ નડીઆદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી હક્કીત મળેલ કે, કેટલાક ઇસમો ડભાણ રીલાયન્સ પેટ્રોલપંપની સામે રોડની સાઇડમા ખુલ્લામા એલ.એન્ડ-ટી. કંપનીના સરસામાન સગે-વગે કરે છે.
જે માહિતી આધારે વોચ તપાસમા રહી (૧) સોમાભાઇ ચીમનભાઇ પરમાર (૨) અજીત ઉર્ફે નવીન શંકરભાઇ પરમાર (૩) હિતેશ ઉર્ફે કાળીયો હિંમતભાઇ પરમાર (૪) સુરેશભાઇ ધનાભાઇ પરમાર (૫) રણજીતભાઇ રાયસંગભાઇ પરમાર (૬) નિલેશ ઉર્ફ જાેની અર્જુનભાઇ પરમાર (૭) દિપકભાઇ દશરથભાઇ પરમાર તમામ રહે. ગામ દેગામ તા.નડીયાદ જી.ખેડા. નાઓ
પાસેથી વોક- વે જાળી નંગ- ૩૨ કિ.રૂ.૬૧,૦૦૦/- તથા લોખંડની બ્રેસીંગ પાઇપો નંગ-૭ કિ.રૂ.૪,૦૦૦/- તથા લોખંડની નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તેમજ ચોરીમા વપરાયેલ મો.સા.નંગ-૪ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સદરી સાતેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી)૧૦૨ મુજબ અટક કરી
પો.સ્ટે. લાવી યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા આ ઉપરોકત તમામ એલ.એન્ડ-ટી. કંપની બુલેટ ટ્રેન પ્રોજેકટનો (L&T Construction Bullet Train Project Ahmedabad Mumbai) લોખંડનો સામાન દેગામ મલેય તલાવડી એલ.એન્ડ-ટી. કંપનીના સાઇડ ઉપરથી ચોરી કરેલાની તમામે કબુલાત કરેલ જે અંગે વસો પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં ૧૧૨૦૪૦૬૫૨૩૦૦૬૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે અનડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં નડીયાદ રૂરલ સર્વેલન્સ સ્કોડને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ- (૧) સોમાભાઇ ચીમનભાઇ પરમાર (૨) અજીત ઉર્ફે નવીન શંકરભાઇ પરમાર (૩) હિતેશ ઉર્ફે કાળીયો હિંમતભાઇ પરમાર (૪) સુરેશભાઇ ધનાભાઇ પરમાર (૫) રણજીતભાઇ રાયસંગભાઇ પરમાર (૬) નિલેશ ઉર્ફે જાેની અર્જુનભાઇ પરમાર (૭) દિપકભાઇ દશરથભાઇ પરમાર તમામ રહે. ગામ દેગામ તા.નડીયાદ જી.ખેડા.