Western Times News

Gujarati News

નડિયાદના વૃદ્ધનું કોરોના વાયરસથી મોત નિપજ્યું

૧૪ એપ્રિલે વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

ખેડા,  ખેડાના નડિયાદમાં રહેતા વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું છે. ગત ૧૪ એપ્રિલે ૬૩ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ દર્દીને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે.

મૃતકે વેક્સિનના તમામ ડોઝ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તમામ સભ્યોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા છે. નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું છે. તેઓ ગત ૧૪ એપ્રિલે કોવિડ પોઝિટિવ આવ્યા હતા.

ત્યાર બાદ નડિયાદ તેમજ આણંદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, દર્દીને અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની બીમારી હતી. તેમને ઓચિંતું છાતીમાં દુખાવો ઉપાડતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. જ્યારે આણંદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

કોવિડ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. સાથે જ પરિવારના તમામ સભ્યો તેમજ સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૩૪૧ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૩૪ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, અમદાવાદમાં એક દર્દીનું મોત પણ થયું હતું. જ્યારે ૩૧૨ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

આ સાથે સાથે રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત થયાના સમાચાર પણ મળ્યા હતા. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.