બનાસકાંઠા મર્કેન્ટાઈલ બેંક પાલનપુરના આસી.જનરલ મેનેજરનો સેવા નિવૃત કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) જેમાં રાજસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, શિવરામભાઈ પટેલ – અગ્રણી ઉદ્યોગપતિ અને બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ અને બેંકના ડિરેક્ટર ,મૂલચંદભાઈ પટેલ -ચેરમેન મર્કેંટાઇલ બેંક ,દિનેશભાઈ પટેલ વાઇસ ચેરમેન મર્કેંટાઇલ બેંક, જે.વી.શાહ – સી.ઇ.ઓ.
ગુજરાત અર્બન બેંક ફેડરેશન, ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ ઓઝા , સ્થાપક પ્રમુખ ડાયાભાઈ ઓઢવિયા તથા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ કંબોયા, કુરશીભાઈ પ્રજાપતિ ,ભાજપ અગ્રણી લાલજીભાઈ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પીનાકિનભાઈ ઓઝા, સર્વોદયના ચેરમેન જાેરાભાઇ, જુનાડીસા ક્રેડિટ મંડળી ના ચેરમેન લલિતભાઈ,વિકાસ મંડળના હોદ્દેદારો, સમાજના યુવા મિત્રો,સ્નેહીજનો, બેંક પરિવાર, સહુએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
શિવરામભાઈ પટેલ તથા બેંકના પદાધિકારીઓએ પ્રવિણભાઇની પ્રામાણિકતા, નિયમિતતાઅને બેન્ક સાથેની વફાદારી ને યાદ કરીને તેમની કાર્યનિષ્ઠા ને વખાણી હતી. સાંસદ દિનેશભાઈએ એમની કાર્યશૈલી ને વખાણી ને પોતાના સહાધ્યાયી પ્રવીણભાઈ ને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી ને સમાજ ને એમની સેવાની જરુર છે એવી વાત દોહરાવી હતી.
અને બેંકમાં પ્રામાણિકતાથી કામ કરી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સહુએ પ્રવીણભાઇ નું સન્માન કરી ભેટ સોગાદ-સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એમના મોટાભાઈ પરસોત્તમભાઈ એ સહું મહેમાનોને આવકારી આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન બેંકના સી.ઇ.ઓ.ભાવેશ પટેલ અને બેંક પરિવાર – કર્મચારી ગણ તથા એમના સૂપુત્ર- મહેશભાઈ,ભરતભાઈ તથા અશ્વિનભાઈ એ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન નયનભાઈ એ કર્યું હતું . છેલ્લે સહુએ સાથે રહી સ્વરૂચી ભોજન લીધું હતું