ફ્લિપકાર્ટ લઇને આવ્યું, ‘સુપર કૂલિંગ ડેઝ’ જેમા કૂલિંગ એપ્લાઈન્સિસ પર ઓફર
ફ્લિપકાર્ટનું ‘સુપર કૂલિંગ ડેઝ’, 21મી એપ્રિલથી 26મી એપ્રિલ, 2023 સુધીની વચ્ચે લાઈવ થશે, જેમાં ગ્રાહકોને વિવિધ કૂલિંગ એપ્લાઈન્સિસ પર શ્રેષ્ઠ બ્રાન્ડની પસંદગીની સાથોસાથ મૂલ્યની ઓફર પ્રાપ્ય બનશે
● ફ્લિપકાર્ટના તારણ દર્શાવે છે કે, હવે એવા કૂલિંગ એપ્લાઈન્સિસની માંગ વધી રહી છે, જેમાં ઉર્જા-ક્ષમતા તથા ટેક-સમર્થ ફિચર્સ હોય
● એસી અને રેફ્રિજરેટર્સમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 1.3 ગણો અ 1.4 ગણો ઉછાળો નોંધાયો છે ત્યારબાદ સૌથી વધુ એક કૂલરમાં 2 ગણો અને પંખામાં 1.4 ગણો ઉછાળો જોવા મળ્યો છે
ફ્લિપકાર્ટ રજૂ કરે છે, તેની અગ્રણી ઇવેન્ટ, ‘સુપર કૂલિંગ ડેઝ’ જે 21મી એપ્રિલથી 26મી એપ્રિલ, 2023 સુધીમાં લાઈવ થશે. સુપર કૂલિંગ ડેઝએ એક કસ્ટમાઇઝ્ડ ઓફરિંગ છે, જે ગ્રાહકોને વિક્રેતા તથા બ્રાન્ડ્સની એક મોંઘી રેન્જમાંથી યોગ્ય કૂલિંગ એપ્લાઈન્સિસ શોધવામાં મદદ કરે છે.
ગ્રાહકોએ વિશાળ પસંદગીના વિકલ્પોમાંથી ઉર્જા સમર્થ એસી, એર-કૂલર, બીએલડીસી મોટર્સ (બ્રશલેસ ડિરેક્ટ કરન્ટ મોટર)થી સંપન્ન સ્માર્ટ પંખા અને રેફ્રિજરેટરનો વિકલ્પ છે, જેજે ગ્રાહકોના ઇલેક્ટ્રીસિટી બિલને બચાવવા માટે વર્ષોથી ટ્રાન્જેક્શન્સ મેળવે છે.
‘સુપર કૂલિંગ ડેઝ’ દરમિયાન વિક્રેતાઓ દ્વારા વિવિધ કૂલિંગ એપ્લાઈન્સિસ પર ઘણી આકર્ષક ડીલ ઓફર થઈ છે અને ગ્રાહકો એક્સચેંજ બોનસનો પણ લાભ મેળવી શકશે, ફ્રી ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, એર કૂલર્સ અને પંખાઓ પર બેંક અને પ્રિપેઇડ ઓફર્સ પણ મળશે.
ઉનાળાની સિઝન નજીક આવેલી હોવા છતા પણ કૂલિંગ એપ્લાઈન્સિસએ હવે સમગ્ર રાષ્ટ્ર માટે જરૂરી બની ગયા છે. દરેક પ્રકારના કૂલિંગ એપ્લાઈન્સિસ જેમાં એસી કંડિશનર્સ, રેફ્રિજરેટર્સ, પંખા અને કૂલર્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહકો પણ એડવાન્સ્ડ અને સ્માર્ટ ક્ષમતા ધરાવતા એપ્લાઇન્સિસ પર વધુ ખર્ચ કરવા તૈયાર છે.
ફ્લિપકાર્ટના તાજેતરના ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે, કૂલિંગ એપ્લાઈન્સિસની માંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, તેમાં પણ ખાસ તો ટીયરટુપ્લસ શહેરોમાં મુખ્યત્વે ઉછાળો જોવા મળ્યો છે, તેમાં પણ એર કંડિશનર્સ અને રેફ્રિજરેટર્સમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 1.3 ગણો અને 1.4 ગણો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય શ્રેણીમાં જોઈએ તો, એર કૂલર્સમાં 2 ગણો અને પંખામાં 1.4 ગણો વાર્ષિક ઉછાળો નોંધાયો છે.
સમગ્ર વર્ષની તુલનામાં કૂલિંગ એપ્લાઈન્સિસના વેચાણમાં એપ્રિલ મહિનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. બ્લુ સ્ટાર, એલજી, સેમસંગ, લોયડ, ડાઇકિન અને વોલ્ટાસ જેવી ટોચની વેચાણ કરતી એર-કંડિશનર બ્રાન્ડ્સની સાથોસાથ સેમસંગ, એલજી, વર્લપૂલ, હેયર અને ગોદરેજ જેવી સૌથી વધુ વેચાતી રેફ્રિજરેટર બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
ટોચની એર કૂલર બ્રાન્ડ્સ જેમાં ગ્રાહકો સિમ્ફની, હિંદવેર અને ક્રોમ્પ્ટનને ગ્રાહકો પસંદ કરે છે, ઉપરાંત કેટલીક અગ્રણી પંખાની બ્રાન્ડ્સ જેવી કે, એટોમબર્ગ, ક્રોમ્પ્ટન, ઓરિએન્ટ ઇલેક્ટ્રિક, હેવેલ્સ અને બજાજ પણ સામેલ છે.
એલજી 6-ઇન-1 કન્વર્ટિબલ ઇન્વર્ટર એસી અને વોલ્ટાસ સ્પ્લિટ ઇન્વર્ટર એર કંડિશનર, સેમસંગ ડબલ ડોર, એલજી અને વર્લપૂલ રેફ્રિજરેટર સૌથી પ્રસિદ્ધ છે અને એર કંડિશનર તથા રેફ્રિજરેટર શ્રેણીમાં પણ અનુક્રમે સૌથી વધુ શોધાયેલી પ્રોડક્ટ્સ છે.
હિંદવેર 85લિટર ડેઝર્ટ કૂલર, હેવેલ્સ આર્ટેમિસ બીએલડીસી પંખા અને એટોમબર્ગ અમેઝા બીએલડીસી પંખાએ સૌથ પ્રસિદ્ધ છે અને એર કૂલર તથા પંખાની શ્રેણીમાં અનુક્રમે તેના વિશે સૌથી વધુ શોધ થઈ છે. આ ઉપરાંત એટોમબર્ગ, વોલ્ટાસ બેકો, લોયડ, ફ્લિપકાર્ટની બ્રાન્ડ માર્કક્યુ અને કેન્ડી જેવી
ઉભરતી બ્રાન્ડ્સ પણ કૂલિંગ એપ્લાઈન્સિસ શ્રેણીમાં તેમની પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યું છે. એસી, રેફ્રિજરેટર્સ, એર કૂલર્સ અને પંખાએ દિલ્હી, હૈદ્રાબાદ, ચેન્નઈ, પટના, લખનૌ, બેંગ્લોર અને કોલકત્તા જેવા વિવિધ શહેરોમાં પ્રસિદ્ધ છે. નજીકના ભવિષ્યમાં પંખાની શ્રેણીમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળવાની સંભાવના છે.
ફ્લિપકાર્ટના મુખ્ય તારણ અનુસાર, ગ્રાહકોએ એવા કૂલિંગ એપ્લાઇન્સિસ પસંદ કરે છે, જે ઉર્જા-સમર્થ હોય અને વાઈફાઈ, ફ્રોસ્ટવોશ® ટેકનોલોજી, બોટમ માઉન્ટ ફ્રિઝર્સ, રીમોટ કન્ટ્રોલ, કન્વર્ટિબલ ટેકનોલોજી અને ઇન્વર્ટર કમ્પેટિબિલિટી જેવા ટેકનોલોજિકલ એડવાન્સમેન્ટ્સથી સમર્થ હોય.
પંખામાં અવાજ ન આવે એવી બીએલડીસી મોટર હોય અને સૌથી વધુ માંગ એવી છે કે, તે ઇલેક્ટ્રિસીટીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડે, કેમકે આ સુવિધાઓ ખાસ કરીને ટીયર ટુ અને તેનાથી આગળના શહેરોના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે. કૂલિંગ એપ્લાઈન્સિસ માટેની વધુ માંગ મેટ્રો અને નોન-મેટ્રો શહેરો જેવા કે બેંગ્લુરુ, ચેન્નઇ, હેદ્રાબાદ, કાનપુર, કોલકત્તા, લખનૌ, નવી દિલ્હી, પુને, પટના અને વારાણસીમાં સૌથી વધુ છે.