Western Times News

Gujarati News

સાસુ-સસરા વિધવા વહુ પાસેથી ભરણપોષણ ન માગી શકે

ગ્રામ ન્યાયાલયે શોભા તિડકેને ધારા ૧૨૫ અંતર્ગત શોભા તિડકેને તેના વૃદ્ધ સાસુ સસરાએ ભરણ પોષણ કરવાનો આદેશ આપ્યો હતો

મુંબઈ,  બોમ્બે હાઈકોર્ટના ઔરંગાબાદ બેન્ચે હાલમાં જ એક ચુકાદામાં કહ્યું કે, સાસુ-સસરા વિધવા વહૂ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે નહીં. કોર્ટનો આ ચુકાદો શોભા સંજય તિડકે વિરુદ્ધ કિશનરાવ રામરાવ તિડકે કેસમાં સંભળાવ્યો છે. Mother-in-law cannot claim maintenance from widow-in-law

જે સીઆરપીસીની કલમ ૧૨૫ અંતર્ગત આવે છે. જસ્ટિસ કિશોર સંતે શોભા તિડકે નામની ૩૮ વર્ષિય મહિલા શોભા તિડકેની અરજી પર ૧૨ એપ્રિલે પોતાનો આદેશ જાહેર કર્યો હતો. અરજીમાં મહારાષ્ટ્રના લાતૂર શહેરમાં આવેલ ન્યાયાધિકારી ગ્રામ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશને પડકાર આપવામાં આવ્યો હતો.

કોર્ટે ગ્રામ ન્યાયાલયના આદેશને રદ કરી દીધો. ગ્રામ ન્યાયાલયે શોભા તિડકેને ધારા ૧૨૫ અંતર્ગત શોભા તિડકેને તેના વૃદ્ધ સાસુ સસરાએ ભરણ પોષણ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યુ કે, દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧૨૫ને વાંચવાથી એ સ્પષ્ટ થાય છે કે, સાસુ અને સસરાનો ઉલ્લેખ આ કલમમાં નથી.

અહીં ઉલ્લેખનિય છે કે, શોભાનો પતિ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મહામંડળમાં નોકરી કરતો હતો. પતિના મોત બાદ મહિલા મુંબઈમાં આવેલ સરકારી હોસ્પિટલમાં જેજે હોસ્પિટલમાં કામ કરવા લાગી હતી. શોભાના સાસુ-સસરાએ દાવો કર્યો હતો કે, દીકરાના મોત બાદ તેમની પાસે આવકનું કોઈ સાધન નથી અને એટલા માટે તેઓે ભરણપોષણ માટે હકદાર છે.

તો વળી મહિલાએ દાવો કર્યો કે, તેના સાસુ સસરા પાસે ગામમાં જમીન અને એક મકાન છે. તેની સાથે જ તેમની પાસે એમએસઆરટીસીમાંથી ૧.૮૮ લાખ રૂપિયાનું વળપર પણ મળ્યું છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આ સંકેત નથી મળતા કે, શોભાને અનુકંપાના આધાર પર નોકરી મળી હતી.

કોર્ટે કહ્યું કે, કોર્ટે જાણ્યું કે, પ્રતિવાદીઓ એટલે કે મહિલાના સાસુ સસરાએ અરજીકર્તાને ભરણપોણ આપવાના દાવાનો કોઈ કેસ બનતો નથી. હાઈકોર્ટે કહ્યું કે, કલમ ૧૨૫ અંતર્ગત જે જાેગવાઈ છે, તે ફક્ત કાયદેસરના બાળકો, શારીરિક રીતે અક્ષમ બાળકો અને વૃદ્ધ માતા-પિતા માટે ભરણપોષણનો દાવો કરે છે. આ કલમમાં ક્યાં સંબંધી અથવા સાસુ-સસરાનો ઉલ્લેખ નથી, જેમાં એક વિધવા મહિલા ભરણપોષણ આપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.