Western Times News

Gujarati News

પ્રેમિકાને કારણે દુબઈની મલ્ટીનેશનલ કંપની છોડી યુવક બિહાર આવી ગેંગસ્ટર બન્યો

યુવકે દુબઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી છોડીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે બિહારમાં વસવાટ કરવાનો ર્નિણય લીધો હતો-એન્જિનીયરથી ગેંગસ્ટર બન્યા પછી યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.

પટના,  લોકો પ્રેમમાં તમામ હદો વટાવી દે છે, કહેવાય છે ને કે પોતાની ચાહતને પામવા માટે પ્રેમી કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. પ્રેમપ્રકરણના અનેક એવા કિસ્સા સામે આવ્યા હોય જેમાં પોતાનો સંબંધ સાચવવા માટે યુવક અથવા યુવતીએ પોતાની આખી જીવનશૈલી બદલી નાખી હોય. આવું જ એક એન્જિયર યુવકનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે.

MNCમાં લાખો રૂપિયાની કમાણી કરતા મદ્રાસ કેમિકલ એન્જિનિયરિંગથી ગ્રેજ્યુએટ યુવકે પ્રેમિકા માટે અંડરવર્લ્ડની દુનિયામાં નામ બનાવવાનું શરૂ કરી દીધું. તેણે MNCમાં લાખો રૂપિયાની નોકરી છોડી દુબઈને પણ અલવિદા કહી દીધું હતું. યુવકે દુબઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી છોડીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે બિહારમાં વસવાટ કરવાનો ર્નિણય લીધો હતો.

નાઈટ ક્લબમાં તેની પ્રેમિકા ડાન્સર હતી. ત્યાંથી પ્રેમિકાની સાથે બિહારમાં રહેવા માટે તે ગયો અને પછી એવું તો શું થયું કે ગેંગસ્ટર બનવું પડ્યું. જાણો આ ચોંકાવનારા પ્રેમ પ્રકરણ વિશે વિગતવાર માહિતી. હેમંત કુમાર રઘુ, જે મૂળ તમિલનાડુના તિરુવલ્લુરનો રહેવાસી છે.

તેની આ સપ્તાહે મહિલા સાથે રૂપિયા ૨ લાખની ઠગાઈ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસે તેની પાસેથી લાખો રૂપિયા રોકડા, હથિયાર સહિત ૨ ચોરી કરાયેલા બાઈકોને પણ જપ્ત કરી લીધા છે. જાેકે ત્યારપછી પોલીસે આની ક્રિમિનલ હિસ્ટ્રી અને બેક ગ્રાઉન્ડ ચેક કર્યું તો અધિકારીઓને પણ ચક્કર આવી ગયા હતા.

રઘુ સાથે વધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે તે દુબઈમાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવી રહ્યો હતો. અહીં મલ્ટિનેશનલ કંપનીમાં લાખો રૂપિયાના પેકેજમાં નોકરી કરી રહ્યો હતો. ત્યારે નાઈટક્લબની ડાન્સર સાથે પ્રેમમાં પડ્યા પછી તેણે દુબઈની લાઈફ સ્ટાઈલ છોડવી પડી હતી.

એટલું જ નહીં ગળાડૂબ પ્રેમમાં પડેલા યુવકે લાખોના પેકેજની નોકરી છોડી બિહારમાં વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને આપેલા નિવેદનમાં યુવકે જણાવ્યું કે તેની પ્રેમિકાને નાઈટ ક્લબમાં ડાન્સરની નોકરી છોડાવવા માટે તેણે આ પગલુ ભર્યું. બંને વચ્ચે ચર્ચા થઈ હતી અને પ્રેમિકાએ તેના ઘરે બિહારમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રેમિકાની ઇચ્છાને ધ્યાનમાં રાખી આ યુવકે દુબઈમાં નોકરી છોડી બિહારમાં રહેવાનું પસંદ કર્યું. જાેકે ૧૫ વર્ષની કારકિર્દીમાં યુવકે જે બચત કરી હતી તે અહીં આવતા પૂરી થઈ જતા જાેવાજેવી થઈ હતી. વળી પ્રેમિકાને પણ ઈચ્છા હતી કે અલગ રીતે આ યુવક રૂપિયાની કમાણી કરે.

જેથી કરીને યુવક ગેરમાર્ગે દોરાયો અને અંડરવર્લ્ડમાં કોન્ટેક્ટ બનાવી ગેંગસ્ટર બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તેની પ્રેમિકાને પણ ઈચ્છા હતી કે એ અંડરવર્લ્ડની દુનિયામાં મોટુ નામ કરે. હવે તેને ખુશ રાખવા માટે યુવકે નોકરી ધંધો છોડીને ઉઘરાણી અને વિવિધ નાના મોટા ગુનાઓ કરવાનું શરૂ કર્યું હતું.

એટલું જ નહીં તેણે માઈન્ડગેમ રમી અંડરવર્લ્ડમાં પણ પોતાનુ અલગ નેટવર્ક બનાવી દીધું હતું. પોતાના ટાર્ગેટને બરાબર રીતે પકડી પાડતો અને પછી પ્લાનિંગના આધારે લૂંટફાટ કરતો હતો. યુવક જાેતજાેતામાં એક પ્રોફેશનલ ક્રિમિનલ બની ગયો હતો. વિવિઘ જિલ્લાઓમાં તેના ક્રાઈમના કિસ્સા ચર્ચામાં આવવા લાગ્યા હતા.

એન્જિનીયરથી ગેંગસ્ટર બન્યા પછી યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. એક મહિલાએ તેની સામે ઠગાઈ અને લૂંટનો કેસ દાખલ કર્યો હતો. જેની સામે કાર્યવાહી કરતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. અત્યારે તે જેલમાં કેદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.