Western Times News

Gujarati News

અવાડા એનર્જીએ GUVNC તરફથી 200 મેગાવોટ (ડીસી) સોલાર પ્રોજેક્ટ મેળવ્યો

ગુજરાત ઉજા વિકાસ નિગમ લિમિટેડને સોલાર પાવર સપ્લાય કરવા માટે અવાડાએ 200 મેગાવોટ (ડીસી) પ્રોજેક્ટ મેળવ્યો, પ્રતિ રૂ. 2.75ના ટેરિફ ઓફર કરાયું

Mumbai, સમગ્ર એનર્જી ટ્રાન્ઝિશન વેલ્યુ ચેઇનમાં વ્યાપારી હિતો ધરાવતા ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ એનર્જી એન્ટરપ્રાઇઝ અવાડા ગ્રૂપની કંપની અવાડા એનર્જીએ રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  avaada-energy-wins-200-mw_guvnl

કંપનીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) તરફથી 200 મેગાવોટ (200 MW DC SOLAR POWER) સોલાર પાવર પ્રોજેક્ટ રૂ. 2.75 પ્રતિ kWh ના રેકોર્ડ-નીચા ટેરિફ ઉપર મેળવ્યો છે.

આ પ્રોજેક્ટ સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા આપવામાં આવ્યો છે, જે બાદ જીયુવીએનએલ દ્વારા ઇ-રિવર્સ હરાજી કરાઇ હતી. બિડની શરતો મૂજબ બે સંસ્થાઓ વચ્ચે 25 વર્ષ માટે પીપીએ ઉપર હસ્તાક્ષર કરાશે. તથા પ્રોજેક્ટ 18 મહિનાની અંદર શરૂ કરાશે. આ પ્લાન્ટ દર વર્ષે 370 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જેનાથી વાર્ષિક 3,44,470 ટન CO2ને બરાબર ઉત્સર્જન ઘટશે. આ સોલાર પ્રોજેક્ટ 2.5 લાખ ઘરોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.

આ અંગે વાત કરતાં અવાડા એનર્જીના સીઇઓ કિશોર નાયરે કહ્યું હતું કે, “આ સિદ્ધિ પ્રધાનમંત્રી મોદીના સસ્ટેનેબલ ઇન્ડિયાના વિઝનને આગળ ધપાવવાની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે, જે હેઠળ દેશ નેટ-ઝિરો ઉત્સર્જન હાંસલ કરશે તથા એનવાયર્નમેન્ટ સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન મળે છે.

અમારી ટીમ ભારતના રિન્યૂએબલ એનર્જી (આરઇ) સેક્ટરમાં સક્રિયપણે યોગદાન આપીને વિઝનને સપોર્ટ કરવા સંપૂર્ણપણે કટીબદ્ધ છે તથા અમે ભારતને સોલાર એનર્જીમાં અગ્રેસર રહેવામાં મદદરૂપ બનવા તથા વધુ સસ્ટેનેબલ પ્લેનેટ તરફ પરિવર્તનના અમારા પ્રયાસોમાં અડગ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.