Western Times News

Gujarati News

ગુનેગારોનું નામ છૂપાવવું પણ એટલું જ મોટું પાપ

યુવરાજસિંહ જાડેજાએ જે માહિતી આપી છે, તેના પર પોલીસ તપાસ કરી રહી છેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ,  ભાવનગરમાં ડમીકાંડ મુદ્દે સીઆર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે. યુવરાજસિંહ જાડેજાએ જે માહિતી આપી છે, તેના પર પોલીસ તપાસ કરી રહી છે.

યુવરાજસિંહે પ્લાન મુજબ રકમ મેળવીને અમુક લોકોના નામ જાહેર નથી કર્યા. આમ સેટલમેન્ટ કરીને માહિતી છુપાવનાર અને આરોપીઓને બચાવનાર વ્યક્તિ પણ ગુનેગાર છે. ઉલ્લેખીય છે કે, ડમીકાંડમાં પૈસા પડાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ ૭ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.

હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, યુવરાજસિંહ દ્વારા જે નામો આપેલા હતા, એ તમામ નામો પર તપાસ થઈ છે. સાચું કામ કરવાની સાથે કોઈ ખોટું કામ કરે તેવી સત્તા આપણે નથી આપતા. યુવરાજસિંહે જે નામો આપ્યા તેના પર સંપૂર્ણપણે તપાસ કરીને નીચે સુધી કાર્યવાહી કરવામાં આવી છે.

આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી ઊંડાણપૂર્વક ચાલશે. કોઈની જાેડે ક્યારેય અન્યાય નહીં થાય. તે માટે ગુજરાત પોલીસ તમામ શક્ય પ્રયાસો કરશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું, માહિતી આપવાનો મતલબ એ નથી કે, કોઈ પણ વ્યક્તિ જાેડે બેસીને તમે કોઈપણ પ્રક્રિયા કરીને તમને જે જાેઈએ તે નક્કી કરી લો. જે ગુનેગાર છે, તેમના નામ છૂપાવવા પણ એટલું જ મોટું પાપ છે. ગુનેગારોના નામ છૂપાવવા પાછળ શું-શું થયું છે? તે પણ જાણવું ખૂબ જરૂરી છે. અમે ડમીકાંડમાં જાેડાયેલા તમામ લોકો સામે કડકમાં કડક પગલાં લઈશું.

વિદ્યાર્થી નેતા અને છછઁ નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોનો ઉપયોગ કરવાના મામલાને ઉજાગર કર્યો હતો. બાદમાં જાડેજાના નજીકના સાથી બિપિન ત્રિવેદીએ પૈસા લઈને કેટલાક ડમી ઉમેદવારોના નામ છુપાવ્યા હોવાનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી હતી.

આરોપ છે કે વિદ્યાર્થી નેતાએ ડમી કાંડ અંગે કેટલીક માહિતી રાખી હતી અને કેટલીક છુપાવી હતી, જેના બદલામાં તેણે એક કરોડ રૂપિયા લીધા છે.

પોલીસ હવે ડમી કેસની સાથે આ આરોપોની પણ તપાસ કરી રહી છે. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસનો દાવો છે કે તેમને મજબૂત પુરાવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.