Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પતિએ પત્નીનું માથું ફોડી નાખ્યું: લાશને હોજમાં નાખી દીધી

પ્રતિકાત્મક

દૂધ આપવા આવતી બહેને મહિલાની લાશ હોજમાં જાેઈ પોલીસની આકરી પૂછપરછમાં હત્યારો પતિ પડી ભાંગ્યો

મહેસાણા,  કડીના કુંડાળ વિસ્તારમાં આવેલા બનાસકાઠામાં કલ્પેશ રામી નામનો યુવક રહે છે. તે હાલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેના લગ્ન ૧૧ વર્ષ પહેલા ભાભરના રોળિયાનગરમાં રહેતી ગીતા સાથે થયા હતા.

લગ્ન બાદ તેમના ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો હતો, તેમનું લગ્ન જીવન વ્યયસ્થિત ચાલી રહ્યું હતું, ત્યારે શનિવારની સવારે કલ્પેશની પત્ની ગીતા કુદરતી હાજતે ગઈ હતી અને જ્યારે તે બહાર આવી ત્યારે કલ્પેશે તેની ગળચી પકડી હતી અને તેનુ માથુ દિવાલ સાથે અથડાવીને ફોડી નાંખ્યુ હતુ અને તેને નીચે પછાડીને તેનું ગળુ દબાવી દીધુ હતુ. પત્ની ગીતાની હત્યા કર્યા બાદ કલ્પેશે તેની લાશ પાણીના હોજમાં નાખી દીધી હતી.

પત્ની ગીતાની હત્યા કર્યા બાદ કલ્પેશ નોકરી જતો રહ્યો હતો. ત્યારે થોડા સમય બાદ દૂધ આપનાર રાજીબેન બહેન તેમના ઘરે આવ્યા હતા.

જ્યારે દૂધ આપનાર રાજી બહેન ગીતબહેનના ઘરે આવ્યા ત્યારે તેમને હોજ ખુલ્લો જાેયો અને હોજની બહાર સાડી જાેઈ હતી. આ સમયે રાજીબહેને બૂમાબૂમ કરીને લોકોને ભેગા કર્યા હતા અને ત્યારબાદ લાશને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સ્થાનિકોએ કલ્પેશ માળી અને તેના પરિવારને પણ જાણ કરી હતી.

કલ્પેશ અને તેનો પરિવાર હોસ્પટિલ પહોંચ્યો હતો અને કડી પોલીસને જાણ કરી હતી. કડી પોલીસે જ્યારે ગીતાની લાશ જાેઈ ત્યારે તેના શરીર પર ઈજાના નિશાન જાેવા મળ્યા હતા. પોલીસને હત્યાની શંકા ગઈ હતી, જેથી પોલીસે પીએમ કરાવ્યું હતું.

આ સમયે પોલીસે કલ્પેશની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં કલ્પેશ ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે હત્યારા કલ્પેશની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કલ્પેશને પત્ની પર વહેમ હતો કે, તેની પત્ની ગીતાના કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે અને તેના વહેમને કારણે તેને તેની પત્નીની ર્નિમમ હત્યા કરી દીધી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers