Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

IPL T20ની મેચો પર આવી રીતે રમાયો કરોડોનો દાવ

ગાંધીનગરમાં દુબઈથી ચાલતું સટ્ટાનું નેટવર્ક આખરે ઝડપાયું -ફ્લેટ ભાડે રાખીને શખસો સટ્ટો રમતા હતાઃ એટલું જ નહીં આ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ગાંધીનગર,  રાંદેસણના એક ફ્લેટમાંથી ક્રિકેટના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અહીં પાંચમાં માળે આવેલા મકાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે દુબઈથી ગાંધીનગરમાં સટ્ટાનો આ કાળો કારોબાર ચાલતો હતો. પોલીસે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી દુબઈથી ચાલતા આ રેકેટને ઝડપી પાડ્યું છે.

કાર્યવાહી દરમિયાન હજુ સુધી કુલ ૧૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આના તાર દુબઈ સાથે જાેડાયેલા હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિગતવાર તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. આ શખસો પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૪ લેપટોપ, ૫૦ મોબાઈલ અને અઢળક સિમકાર્ડ જપ્ત કરી લીધા છે. તો ચલો આપણે જાણીએ કે કેવી રીતે આ રેકેટ ચાલી રહ્યું હતું.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બુકીઓ દુબઈથી આ રેકેટને ચલાવી રહ્યા છે. અહીં ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવાઈ રહ્યો છે. લગભગ છેલ્લા ૧૫ દિવસથી અહીં સટ્ટાનો સોદો થઈ રહ્યો હોવાની માહિતી મળી આવી છે. જાેકે હજુ સુધી દરોડા પાડ્યા બાદ કરોડો રૂપિયાના સટ્ટાના સોદાઓ થયા હોવાનું બહાર આવી શકે છે. આની સાથે આરોપીઓ પાસેથી ૧૦ પાસપોર્ટ, આધાર કાર્ડ અને સિમકાર્ડના જથ્થાઓ મળી આવ્યા છે.

રવિ માળી અને જીતુ માળી દ્વારા રેકેટ ચલાવાઈ રહ્યું હોવાની માહિતી મળી રહી છે. ઈન્ચાર્જ એસપી. અમી પટેલે મીડિયાને આ સમગ્ર રેકેટ વિશે જણાવ્યું હતું. દુબઈથી આ બે બુકીઓ દ્વારા ૈંઁન્ ૨૦૨૩ની મેચ પર સટ્ટો રમાતો હોવાની વિગતો સામે આવી રહી છે. દુબઈથી બુકીઓ યુવાનોને તૈયાર કરતા હતા તેમને તાલીમ આપ્યા પછી સટ્ટાનો કાળો કારોબાર ચલાવાતો હતો.

પોલીસને પ્રાથમિક તપાસમાં ઘણા બધા વીડિયોઝ મળી આવ્યા છે. અત્યારે મુખ્ય આરોપીઓ છે તે ભારતથી લોકોની પસંદગી કરે છે. ત્યાંથી તેમને દુબઈ બોલાવવામાં આવે છે. દુબઈમાં તેમને યોગ્ય તાલિમ આપ્યા પછી સમગ્ર સટ્ટાના કારોબારને સમજાવી દેવામાં આવે છે.

ફરીથી તેમને ભારત મોકલી સટ્ટાના કાળોબારને આગળ વધારાતો હતો. હજુ દુબઈના આ સમગ્ર કૌભાંડ પર પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓએ રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે ૧૧ જેટલી ફ્રોડ કંપનીઓ ખોલી હતી. જેના આધારે તેઓ રૂપિયાની લેવડ દેવડ સહિતનો કારોબાર ચલાવતા હતા. લોકો પેમેન્ટ કરે એનો સ્ક્રિનશોટ કેપ્ચર કરી રૂપિયાની લેવડ દેવડ થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers