Western Times News

Gujarati News

CSKના બેસ્ટમેનોએ IPL સિઝનનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો

ચેન્નાઈએ કોલકાતાને ૪૯ રનથી હરાવ્યું

ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને કુલ ૨૩૫ રન ફટકાર્યા હતા જેને કોલકાતા ચેઝ કરી શક્યું ન હતું

કોલકાતા, IPL ૧૬મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું જાેરદાર પ્રદર્શન જાેવા મળી રહ્યું છે. ત્યારે કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં csk ૪૯ રનથી જીત્યુ છે. ચેન્નાઈની ટીમે સીઝનની પાંચમી જીત હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન હાંસલ કરી દીધુ હતુ. આ મુકાબલામાં ચેન્નાઈના બેસ્ટમેનો અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પહેલા બેટિંગ કરતા ધોનીના ધુરંધરોએ સીઝનનો સૌથી મોટો સ્કોર કર્યો હતો. IPL CSK VS KKR

ચેન્નાઈની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને કુલ ૨૩૫ રન ફટકાર્યા હતા. અજિંક્ય રહાણેએ તોફાની બેટિંગ કરીને અણનમ રહીને ૭૧ રન ફટકાર્યા હતા. અજિક્ય રહાણેએ કુલ ૬ ચોગ્ગા અને ૫ સિકર્સસ ફટકારી હતી. જ્યારે શિવમ દૂબેએ પણ ૨૧ બોલમાં ૫૦ રન માર્યા હતા. જ્યારે ડેવન કોન્વેએ ૫૬ રન ફટકાર્યા હતા. જ્યારે બીજી તરફ કોલકાતાના કુલવંતે ૨ વિકેટ લીધી હતી જ્યારે સુયશ અને વરુણે એક-એક વિકેટ લીધી હતી.

૨૩૬ રન ચેઝ કરવામાં કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત એકદમ નિરાશાજનક રહી હતી. દ્ભદ્ભઇએ ૧ રન પર જ પોતાના બે બેસ્ટમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. સુનીલ નારાયણ શૂન્ય રન પર આઉટ થયો જ્યારે નારાયણ જગદીશન ૧ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન નીતિશ રાણાએ વેંકટેશ ઐયર સાથે મળીને ગેમ સંભાળી હતી. બંનેએ સાથે મળીને ૬ ઓવરમાં ૩૮ રન ફટકાર્યા હતા.

કોલકાતાની ટીમમાં ત્રીજી વિકેટ વેંકટેશ અય્યરની ૪૬ રને પડી હતી. અય્યરે ૨૦ બોલમાં ૨૦ રન ફટકાર્યા હતા. ૭૦ રન પર કેપ્ટન નીતિશ રાણા પણ આઉટ થયો હતો. ત્યારબાદ જેસન રૉય અને રિંકૂસિંહે ઝડપથી રન બનાવવાની કોશિશ કરી હતી. રોય અને રિંકૂએ ૩૭ બોલમાં ૬૫ રનની પાર્ટનરશીપ કરી હતી.

જેસન રોયે ૨૬ બોલમાં ૬૧ રન ફટકાર્યા હતા. જેમાં ૫ ચોગ્ગા અને ૫ સિકસર્સનો સમાવેશ થયા છે.૧૩૫ રનના સ્કોર પર ૫ વિકેટ ગુમાવ્યા બાદ KKR માટે જીતવુ અશક્ય થઈ ચૂક્યું હતુ. છેલ્લી ૪ ઓવરમાં KKRને ૮૦ રન ફટકારવાના હતા. જેના પ્રેશરમાં KKR વિકેટ ગુમાવતુ રહ્યું હતું. છેલ્લી ૪ ઓવરમાં KKR વિકેટ ગુમાવતુ રહ્યું હતું. આ મેચમાં પણ રિંકુ સિંહે ફિફ્ટી ફટકારી હતી. કોલકાતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૬ રન બનાવી શકી હતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.