Western Times News

Gujarati News

નાયકાએ વૃદ્ધિને વેગ આપવા નવા સિનિયર લીડર્સની નિમણૂંક કરી

ભારતની બ્યુટી અને ફૅશનની અગ્રણી કંપની નાયકા તેના આગામી તબક્કાના વિકાસને ગતિ આપવા ટેકનોલોજી, ફાઇનાન્સ, બિઝનેસ તથા માર્કેટિંગ ક્ષેત્રોના કેટલાક નિષ્ણાત સિનિયર આગેવાનોને આવકારે છે.Nykaa Welcomes New Senior Leaders to Drive Its Next Phase of Growth

આ નવા લીડર્સ કંપનીના હાલના 50 કરતાં વધુ આગેવાનોની સાથે જોડાશે અને કંપનીની પ્રગતિને ગતિ આપશે. પ્રત્યેક લીડરની પસંદગી મૅચ્યોરિટી, અનુભવ, કુશળતા તથા ઇનોવેશન અને વિકાસ માટેના પૅશન જેવા માપદંડના આધારે કરવામાં આવી છે.

નાયકાના સ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયરે નવી ટીમને આવકારતા જણાવ્યું કે, “આ પ્રત્યેક નવા લીડરને આવકારતા અમે રોમાંચિત છીએ. તેઓ તેમની ચાવીરૂપ ભૂમિકા દ્વારા કંપનીના અગત્યના બિઝનેસ અને કામગીરીને ગતિ આપશે.

રાજેશ ઉપ્પલપટી ચીફ ટેકનોલોજી ઑફિસર તરીકે જોડાયા છે. તેઓ 20 વર્ષ માટે એમેઝોનમાં વિવિધ ભૂમિકા અને વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં તથા છેલ્લે ઈન્યુઇટમાં કામગીરીનો અનુભવ ધરાવે છે.

અભિષેક અવસ્થી, ઈશ્વર પેરલા, ધ્રુવ માથુર તથા અમિત કુલશ્રેષ્ઠ હાલની ટેકનોલોજી લીડરશિપ ટીમમાં જોડાયા છે. બધા સાથે મળીને વિવિધ કંપનીઓ જેવી કે વૉલમાર્ટ, એમેઝોન, મૅજિકપીન તથા એલબીબી વગેરેમાં 60 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે.

નાયકા એક આગવી રીતે પોતાનો બિઝનેસ માર્ગ નિર્ધારિત કરે છે ત્યારે કંપનીના ફાઇનાન્સ, લીગલ તથા રેગ્યુલેટરી કામગીરીમાં પ્રગતિની તક અને જટિલતાઓ છે.

નાયકાના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર તરીકે પી. ગણેશ ફાઇનાન્સનું નેતૃત્વ કરશે. તેઓ ટાફે ગ્રુપ, પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ગ્રુપ, ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ વગેરેમાં સીએફઓ તરીકે ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ, બિઝનેસ ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્વેસ્ટર રિલેશન્સ, બેંન્કિંગ, એમ એન્ડ એ તથા કોર્પોરેટ લૉ જેવાં વિવિધ ક્ષેત્રમાં 27 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે.

વોડાફોન આઈડિયા, શાદી(ડૉટ)કૉમ, અલ્ટ્રાટેક સીમેન્ટ, વાયકોમ18 જેવી કંપનીઓમાં કામગીરીનો 25 વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવનાર સુજીત જૈન નાયકાના ચીફ લીગલ અને રેગ્યુલેટરી ઑફિસર તરીકે કામગીરી કરશે.

અશોક લેલેન્ડ, ફ્લિપકાર્ટ તથા આદિત્ય બિરલા જૂથ જેવી કંપનીઓમાં 25 વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવનાર ટી.વી. વેંકટરમણ પણ નવી ટીમમાં જોડાયા છે અને તેઓ આંતરિક ઑડિટ અને રિસ્ક મેનેજમેન્ટ ચાર્ટરની જવાબદારી સંભાળશે.

વિશાલ ગુપ્તા એક અનુભવી સિનિયર છે અને યુનિલિવર ખાતે વિવિધ ભૌગોલિક તથા બીપીસી કેટેગરીમાં 27 વર્ષ કરતાં વધુ સમયની કામગીરીનો અનુભવ ધરાવે છે. નાયકા ખાતે બ્યુટી કન્ઝ્યુમર બિઝનેસના વડા તરીકેની ભૂમિકામાં તેઓ બિઝનેસ માટે ઇનોવેશન, બ્રાન્ડ બિલ્ડિંગ, ગ્રોથ અને નફાકારકતાનું નેતૃત્વ કરશે.

ડૉ. સુધાકર વાય. મ્હાસ્કર ચીફ આર એન્ડ ડી તથા ક્વૉલિટી ઑફિસર તરીકે નાયકાના કન્ઝ્યુમર બિઝનેસમાં ઈનોવેશનનું નેતૃત્વ કરે છે. તેઓ યુનિલિવર અને મેરિકો ખાતે 30 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે
પરફોર્મન્સ માર્કેટિંગના લીડર તરીકે સુધાંશ કુમાર, કસ્ટમર લાઇફસાયકલ મેનેજમેન્ટના લીડર તરીકે પ્રિયા બેલ્લુબી તથા કન્ટેન્ટ ચાર્ટરના લીડર તરીકે સુચિતા સલવાન જોડાતાં નાયકાની લિડરશિપ ટીમ વધારે મજબૂત બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.