Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બહેન સબાને રડતી જાેઈ કકળી ઉઠ્‌યું શોએબનું દિલ

મુંબઈ, અજૂની એક્ટર શોએબ ઈબ્રાહિમ તેના પરિવાર પ્રત્યે વધારે પ્રોટેક્ટિવ છે. જ્યારે પણ કોઈ પત્ની દીપિકા કક્કર કે બહેન સબા ઈબ્રાહિમને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે કે ભદ્દી કોમેન્ટ કરે ત્યારે તે તેમને છોડતો નથી અને સણસણતો જવાહ આપે છે.

સબા પણ પોપ્યુલર યૂટ્યૂબર વ્લોગરમાંથી એક છે અને તેણે સમયથી બીમાર હોવાથી વ્લોગ બનાવી રહી નથી. અગાઉ લોકોએ નિકાહ બાદની પહેલી ઈદ હોવા થતાં પિયરમાં રમઝાનના તમામ દિવસો પસાર કરવા પર ખરીખોટી સંભળાવી હતી. જે બાદ તે પ્રેગ્નેન્ટ હોવાની ખબરો પણ વહેતી થઈ હતી.

સબાએ પોતાના પર મનફાવે તેવી કોમેન્ટ કરનારને કોઈ જવાબ ન આપવાનું નક્કી કર્યું હતું તો શોએબ બહેનના પક્ષમાં આવ્યો હતો અને લોકોને સબા વિશે ગમે તે લખતાં પહેલા બે વખત વિચારવા માટે કહ્યું હતું. શોએબ તેના વ્લોગમાં દીપિકા અને સબા બંનેને લઈ આવ્યો હતો, આ સાથે કહ્યું હતું કે ‘સબા છેલ્લા કેટલાક સમયથી બીમાર છે, આવનારા દિવસોમાં શું થવાનું છે તે અમે જણાવતા રહીશું.

ઘણીવાર લોકો અમને નફરત કરનારને અવગણવા માટે કહે છે પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ વિચાર્યા વગર કંઈ પણ કહે છે. તેમને ખબર નથી કે કોઈ વ્યક્તિ કેવા પ્રકારની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ ટ્રોલ્સને આ બધા સાથે લેવા-દેવા નથી’. વીડિયોમાં સબા રડી પડી હતી જ્યારે બાજુમાં બેઠેલી ભાભી દીપિકાએ તેને શાંત રાખી હતી. શોએબે આગળ કહ્યું હતું કે ‘ટ્રોલ્સ સબા, ખાસ કરીને મહિલાઓ વિશે કંઈ પણ કહેતા રહે છે.

જાે તમે કોઈના વિશે કંઈ જાણતા ન હોત તો તમને તેમના વિશે ટિપ્પણી કરવાનો હક નથી. પરંતુ લોકો આ વિશે વિચારતા નથી. આમ કરીને તમે પાપ કરી રહ્યા છું. હું નથી ઈચ્છતો કે અલ્લાહ કોઈને દુઃખ આપે, બધું ઠીક થઈ જશે. શું થયું હતું તે વિશે સબા તમને તેના આગામી વ્લોગમાં જણાવશે. અંતમાં શોએબે કહ્યું હતું કે ‘લોકો ઉપરવાળાથી ડરે તેમ હું ઈચ્છું છું. જે લોકો વિચારે છે કે હું અહંકારી બની ગયો છું તો મને વાંધો નથી. કારણ કે હું જેમને પ્રેમ કરું છું, તેમાં માટે બોલું છું.

તમારે તેવી વાત ન કહેવી જાેઈએ જેની કોઈના પર અસર થાય, ખાસ કરીને જ્યારે તેઓ આઘાતમાંથી પસાર થઈ રહ્યા હોય. સબા પ્રેમથી ઘેરાયેલી છું. હું ઈચ્છું છું કે, લોકો જે કહે છે તેના માટે માફી માગે’. દર વખતની જેમ આ વર્ષે સબાએ તેની યૂટ્યૂબ ચેનલ પર ઈદનો એક પણ વ્લોગ શેર કર્યો નહોતો. ઈદ દરમિયાન તેમના ઘરમાં શું-શું થતું હતું તે વિશે માત્ર શોએબ ઝલક આપતો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers