Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

The Kapil Sharma Show: સપના તરીકે કમબેક કરશે કૃષ્ણા

મુંબઈ, ધ કપિલ શર્મા શોની ચાલુ સીઝનમાં જાેડાવાની શક્યતાને નકારી કાઢ્યા બાદ, કૃષ્ણા અભિષેકનું મન હવે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તે કપિલ શર્માના શોમાં પાછો આવી ગયો છે. કૃષ્ણા, જે તેના પાત્ર સપના માટે પોપ્યુલર છે, તેણે નાણાકીય મતભેદોના કારણે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સીઝન શરૂ થાય તે પહેલા શોમાંથી બહાર થવાનું પસંદ કર્યું હતું.

જાે કે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, તેમની વચ્ચેના મતભેદનો આખરે ઉકેલ આવ્યો છે અને કૃષ્ણા Kapil Sharmaમાં કમબેક કરવા માટે તૈયાર છે. હકીકતમાં તે  શૂટિંગ પણ શરૂ કરી રહ્યો છે. ન્યૂઝની પુષ્ટિ કરતાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે આ મન બદલાયું હોવાની વાત નથી પરંતુ કોન્ટ્રાન્ટ બદલાવાની વાત છે. કોન્ટ્રાક્ટમાં પૈસા સહિતના ઘણા મુદ્દા હતા અને તે તમામનો ઉકેલ આવ્યો છે. શો અને ચેનલ મારા માટે પરિવાર જેવા છે અને પરત ફરીને હું ખુશ છું. The Kapil Sharma Show: Krushna will come back as Sapna

આ સાથે તેણે ઉમેર્યું હતું કે સપનાની એન્ટ્રી શાનદાર રીતે થવાની છે. ઘર કા ભૂલા શામ કો ઘર પર લૌટ આયે તો ઉસકો ભૂલા નહીં કહેતે. આ પ્રકારનો જ કંઈક હિસાબ છે. હું ચેનલ અને શોના મેકર્સ સાથે લોન્ગ-સ્ટેન્ડિંગ રિલેશનશિપ શેર કરું છું. તે સંબંધો મને એટલા શુદ્ધ અને સારા લાગે છે કે તેના કારણે જ પાછો આવ્યો છું. આ સિવાય હું દર્શકો પ્રત્યે પણ કૃતજ્ઞ છું, જેમણે શોમાં મને પરત લાવવાની ડિમાન્ડ કરી હતી.

મને લાગે છે શો સાથે સંકળાયેલા દરેકનો અને મારો પ્રેમ મારા કમબેક માટે ઉત્પ્રેરકનું કામ કરે છે. ગઈકાલે કપિલના ઘરે રિહર્સલના પહેલા દિવસે એક્ટરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વિશે તેણે જણાવ્યું હતું કે ‘મને જાેતા જ કિકુ શારદા ભેટી પડ્યો હતો. મેં અર્ચના પુરણ સિંહ સાથે ફોન પર વાત કરી હતી અને મારા રિટર્ન પર તેમણે પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. કપિલ પણ ખુશ હતો અને હુંફાશભર્યું સ્વાગત કર્યું હતું. મેં ગત ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું તેમ અમારી વચ્ચે કોઈ જ સ્પર્ધા કે કડવાશ નથી. અમે સાથે બેસીને સ્ક્રિપ્ટ પર કામ કરતાં હતા અને હવે પણ તેમ જ કરી રહ્યા છે.

કપિલે કેટલાક જાેક્સ સજેક્ટ કર્યા હતા, કારણ કે સપના પાછી આવી રહી હોવાથી હું મારું બેસ્ટ આપું તેમ તે ઈચ્છે છે. ધ કપિલ શર્મા શો’ની આ સીઝન જૂનમાં ઓફ-એર થશે તેવી અટકળો હતી. આ અંગે કપિલે કહ્યું હતું કે, હજી સુધી કંઈ નક્કી નથી. આ સાથે તેણે ઉલ્લેખ કર્યો હતો કે, ટુરના શિડ્યૂલના આધારે ર્નિણય લેવામાં આવશે. જ્યારે આ અંગે કૃષ્ણાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે ‘યુએસ ટુર વિશે હજી કંઈ નક્કી નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers