Western Times News

Gujarati News

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત 11 હજારથી વધુ અરજીઓ મળી

(માહિતી) આણંદ, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૨૩/૦૪/૨૦૨૩ના રોજ ખાસ ઝુંબેશ યોજાઈ હતી. જે અંતર્ગત જિલ્લામાંથી કુલ ૧૧,૫૨૨ અરજીઓ મળી હતી.

ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૩,૯૪૬, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૨,૧૬૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧,૧૭૫ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૪,૨૪૧ અરજીઓ મળીને કુલ ૧૧,૫૨૨ અરજીઓ મળી હતી.

આ અંતર્ગત આણંદના સાત વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે મળેલ કુલ અરજીઓ પૈકી ૧૦૮ ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૫૬૮, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૫૧૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૫૫ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૮૦૦ અરજીઓ મળીને કુલ ૨,૦૩૫ અરજીઓ મળી હતી.

૧૦૯ બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૫૨૯, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૫૩૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૪૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૫૮૦ અરજીઓ મળીને કુલ ૧,૭૮૩ અરજીઓ મળી હતી.

૧૧૦ આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૭૦૨, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૧૪૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૭૧ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૫૫૭ અરજીઓ મળીને કુલ ૧,૫૭૫ અરજીઓ મળી હતી.

૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૬૮૨, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૫૨૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૨૨૪ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૫૮૯ અરજીઓ મળીને કુલ ૨,૦૧૫ અરજીઓ મળી હતી.

૧૧૨ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૬૩૧, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૩૦૪, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૮૪ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૬૯૬ અરજીઓ મળીને કુલ ૧,૭૧૫ અરજીઓ મળી હતી.

૧૧૩ પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૪૬૧, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૧૦૬, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૨૫૧ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૫૬૭ અરજીઓ મળીને કુલ ૧,૩૮૫ અરજીઓ મળી હતી.

૧૧૪ સોજિત્રા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૩૭૩, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૪૧, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૪૮ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૪૫૨ અરજીઓ મળીને કુલ ૧,૦૧૪ અરજીઓ મળી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડી.એસ.ગઢવીએ જણાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.