Western Times News

Gujarati News

કથિત ભંગાર કૌભાંડની તપાસ શરૂ થતા પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેને રાજીનામું આપ્યું

FILE

પાલનપુર,પાલનપુર નગરપાલિકામાં બહુ ચર્ચીત ભંગારની હરાજીમાં કરાયેલા કથીત લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે વિપક્ષના નેતાની ઉગ્ર રશજુઆતોનો અંતે આખરે નગરપાલિકાના ગાંધીનગર પ્રાદેશીક કમીશ્નર કચેરીના ઉત્તર ગુજરાત ઝોન ઈન્ચાર્જ અધિકારી દ્વારા ભંગાર ભ્રષ્ટાચાર મામલે પાલીકાનું રેકર્ડ કબજે કરીશ

તપાસ શરૂ કરવામાં આવતાની સાથે જ પાલીકાના કારોબારી ચેરમેન પોતાના હોદા પરથી રાજીનામું ધરી દેતા પાલીકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે વધુ વિગતોનો અહેવાલ જણાવે છે કે, ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાતેના શાસકોના અણધડ વહીવટને લઈ સતત વિવાદોમાં સપડાયેલી રહે છે.

જેમાં પાલીકાના શાસકો દ્વારા અઅગાઉ પાલીકાનો અંદાજે વીસેક લાખ રૂપિયામાં ભંગાર પોતાના મળતીયાને એક દશેક લાખની નજીવી રકમમાં પધરાવી દઈ કથીત ભ્રષ્ટાચાર આચરવાનો હોવાનો મામલો બહાર આવતા શાસકોના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી.

જાે કે પાલીકાની તિજાેરી ને લાખોનું નુકશાન પહોચાડનાર જવાબદાર શાસકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિપક્ષના મહીલા નેતા અંકીતા ઠાકોરે નગરપાલિકાના ગાંધીનીગરગ પ્રાદેશીક કમીશ્નર સમક્ષ ઉગ્ર રજુઆત કરતા મામલો ગરમાયો હતો

અને વિપક્ષની રજુઆત પગલે ગતગ બુધવારે નગરપાલિકાના પ્રોદેશીક કમીશ્નરના ઉત્તર ગુજરાતના ઝોન ઈન્ચાર્જ તિલક શાસ્ત્રી પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે ભંગાર હરાજીનું રેકર્ડ કબજે કર્યું હતું અને ફરીયાદી અંકીતા ઠાકોરનું નિવેદન તપાસ હાથ ધરીશ છે. જાેકે આ કથીત કૌભાંડ જેમની આગળ આંગળીઓ સિંચાઈ રહી છે.

તેવા નગરપાલિકા ના કારોબારી ચેરમેન દીપક પટેલે શુક્રવારે એકાએક પાલનપુર જીલ્લા ભાજપ કાર્યાલય યખાતે પહોચી ત્યાં હાજર જીલ્લા ભાજપ પ્રમુખ કીતીસિંહ વાઘેલાને પોતાનો ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. જાેકે ભંગારમાં કૌભાંડની તપાસ ટાણે પાલીકાના ચેરમેન રાજીનામાથી પાલીકા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.