Western Times News

Gujarati News

ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ છે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’

ભારત એક એવો દેશ છે, જ્યાં આપણા પૂર્વજાેએ હજારો વર્ષોથી ‘આપણે સહુ એકસાથે ચાલીએ; એકસાથે બોલીએ; આપણા મન એક હોય’, જેવા આદર્શ વિચારો સાથે આપણા સાંસ્કૃતિક વારસાનો પાયો નાખ્યો છે.

આપણો દેશ વૈવિધ્યસભર, બહુભાષીય અને બહુવિધ સાંસ્કૃતિક રાષ્ટ્ર હોવા છતાંપણ સંયુક્ત પરંપરાઓ, મિશ્ર સંસ્કૃતિઓ તેમજ સમાન નૈતિક મૂલ્યોના પ્રાચીન બંધનોથી સુસજ્જ છે.

ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં અસીમ આસ્થા ધરાવતા અને જનતા પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતીય સમાજની આ જ વિશેષતાને વધુ ગાઢ બનાવવા માટે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના મંત્ર સાથે દેશના

દરેક રાજ્યના સાંસ્કૃતિક વારસાને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ વિચારને નક્કર સ્વરૂપ આપતા ગુજરાત સરકારે તાજેતરમાં ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાંન્નિધ્યમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું છે.

આ કાર્યક્રમ દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓનો સંગમ છે. લગભગ બારસો વર્ષના લાંબા સમયગાળા પછી આટલી ભવ્યતા સાથે આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે સદીઓ પહેલા તમિલનાડુ જઇને સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો આ કાર્યક્રમના ઉપક્રમે પોતાના પૈતૃક વતનની યાત્રા કરી રહ્યા છે. એ જ રીતે, બંને રાજ્યોના પૌરાણિક મહત્વની વાત કરીએ

તો ગુજરાતના દરિયાકિનારે ભગવાન સોમેશ્વર શિવનો વાસ છે, તો તમિલનાડુના સમુદ્રતટ પર ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત ઐતિહાસિક રામેશ્વરમ્‌ મંદિર સ્થિત છે. આ ઉપરાંત, પ્રાચીનતાની દ્રષ્ટિએ પણ બંને રાજ્યો ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક બાજુ જ્યાં ગુજરાત, હડપ્પીય સંસ્કૃતિ જેવી પ્રાચીન વિકસિત સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે, તો બીજી બાજુ તમિલનાડુ તેમજ તમિલ સંસ્કૃતિ ભારતની પ્રાચીનતા અને ગૌરવનું કેન્દ્ર છે.

ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જાેઇએ તો એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારને સમર્પિત આ કાર્યક્રમનું ઐતિહાસિક મહત્વ પણ છે. આજથી લગભગ હજારો વર્ષો પહેલા જ્યારે ભારતના અન્ય રાજ્યો ઉપરાંત જ્યારે ગુજરાતમાં પણ સતત વિદેશી આક્રમણ થઇ રહ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક રહેવાસીઓએ તમિલનાડુમાં શરણું શોધ્યું, અને ત્યાં જઇને વસ્યાં.

આપણા સૌરાષ્ટ્રના આ જ પૂર્વજાેએ ગુજરાતની હસ્તશિલ્પ અને અન્ય કળાઓને તમિલનાડુમાં પણ આગળ વધારી, જેને ત્યાંના લોકોએ સ્વીકારી અને તેને લોકપ્રિયતા પણ પ્રાપ્ત થઇ. તે સમયના શાસક શ્રી થિરૂમલાઈ નાયક્કર અને તેમની રાજકુમારીએ આપણા આ ગુજરાતી કારીગરો દ્વારા બનાવવામાં આવેલા

સિલ્કના વસ્ત્રોની પ્રશંસા કરતા એકવાર કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કારીગરો જાે અહીંયા ન આવ્યા હોત, તો આપણને ચીની અને યુરોપીય સિલ્કથી પણ શ્રેષ્ઠ એવું આ સિલ્ક પહેરવા મળ્યું ન હોત. સૌરાષ્ટ્ર મૂળના તમિલ રહેવાસીઓને મળેલું આ સન્માન ભારતની સાંસ્કૃતિક, સામાજિક અને કલાત્મક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અહીં એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે આપણા વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬માં આ સમુદાયની સાથે પુનઃસંપર્ક સ્થાપિત કરવા માટે અનેક પ્રયાસો શરૂ કર્યા હતા. તેમના આ પ્રયાસો ત્યારે ફળિભૂત થયા

જ્યારે વર્ષ ૨૦૧૦માં શ્રી નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં તમિલનાડુના મદુરાઇમાં વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ ૫૦ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શ્રી નરેન્દ્રભાઈના ભગીરથ પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ગુજરાત અને તમિલનાડુના સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે આદાન-પ્રદાનના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

સંસારમાં સ્થાનાંતરણ એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, સૌરાષ્ટ્રવાસીઓનું આ સ્થળાંતર એક વિશિષ્ટ અને ઐતિહાસિક ઘટના છે. હું સૌરાષ્ટ્ર મૂળના તમિલ સમુદાયની પ્રશંસા કરવા માંગું છું કે વિદેશી આક્રમણકારોના દમનના કારણે તેઓ વિસ્થાપિત તો થયા, પરંતુ તેમણે પોતાના હૃદયમાં સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી.

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમને કારણે આ સમુદાયને હજારો વર્ષો પછી પોતાની માતૃભૂમિ પર પાછા ફરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણે સહુ ગુજરાતીઓ આપણા સૌરાષ્ટ્રિયન-તમિલ ભાઈઓનું સ્વાગત અને સરભરા કરવા માટે ઉત્સુક છીએ, તો સામે સૌરાષ્ટ્ર મૂળના આપણા તમિલ બંધુઓ પણ આટલા વર્ષો પછી પોતાના પૂર્વજાેની ધરતી પર આવીને ઘણા ભાવુક બન્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.

અમારી સરકાર તરફથી આ કાર્યક્રમ હેઠળ અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ તેમજ રમત-ગમતની સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓ માટે ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા ભગવાન સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન,

અતિ આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની યાત્રા અને સાસણગીર જેવા પ્રસિદ્ધ અભયારણ્યમાં એશિયાટિક સિંહોને જાેવાની વ્યવસ્થા કરીને, તેમની આ ગુજરાત યાત્રાને હંમેશ માટે યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સંદર્ભમાં એક વાર કહ્યું હતું કે, “સરદાર પટેલે આપણને ‘એક ભારત’ આપ્યું છે અને હવે સહુ ભારતવાસીઓનું એ કર્તવ્ય છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી તેને ‘શ્રેષ્ઠ ભારત’ બનાવીએ.” સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની સાથે-સાથે ગુજરાતનો માધવપુર મેળો પણ શ્રી નરેન્દ્રભાઈના આ જ વિચારો પર આધારિત છે.

પૌરાણિક કથા પર આધારિત માધવપુર મેળો દ્વારિકાના રાજા ભગવાન શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશની રાજકુમારી રૂકમણિજીના વિવાહની ઉજવણી છે. આ પણ પશ્ચિમી ભારત અને પૂર્વીય ભારતની બે સંસ્કૃતિઓના સંગમનો કાર્યક્રમ છે. એ આપણા માટે ગૌરવની વાત છે કે છેલ્લાં બે વર્ષોમાં આપણે આ કાર્યક્રમના પણ બે સફળ આયોજનો કર્યા છે.

આપણે ભવિષ્યમાં આવા જ અલગ-અલગ પ્રયાસોથી સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ચલનની પ્રવૃત્તિને આગળ વધારવાની છે. આપણે આપણી નવી પેઢી માટે એવા સમાજના નિર્માણની દિશામાં કામ કરવાનું છે, જ્યાં આપણે સહુ એકબીજાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરા બાબતે વધુ સહજ હોઇશું, અને તેના માટે વધુ સમરસતા અને સ્વીકાર્યતા ધરાવીશું.

આધુનિક ભારતના સૂત્રધાર સરદાર પટેલ દ્વારા આપણને મળેલું ભૌગોલિક રીતે એક ભારત ત્યારે જ સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ બનશે જ્યારે ભારતની તમામ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સન્માન અને સંવર્ધન દરેક નાગરિકના નૈતિક મૂલ્યો અને ફરજાેનું અભિન્ન અંગ બની જશે.

‘શ્રેષ્ઠ ભારત’ માટે ખૂબ જ જરૂરી છે, કે આપણે કેવળ અર્થ ખાતર શિરોમણિ બનવા માટે કામ ન કરીએ પરંતુ માનવધર્મ, સામાજિક સમરસતા, સાંસ્કૃતિક બહુમતીની સાથે આદર્શ નૈતિક મૂલ્યો અપનાવવામાં પણ વિશ્વમાં શિરમોર બનીએ.

મને વિશ્વાસ છે કે સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્સવ સમા ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ જેવા કાર્યક્રમોના આયોજનો અને કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈની સરકાર અને દેશની રાજ્ય સરકારોના નિરંતર પ્રામાણિક પ્રયાસો ચોક્કસપણે ‘એક ભારત’ થી ‘શ્રેષ્ઠ ભારત’ નો માર્ગ પ્રશસ્ત કરશે.

આ વિશેષ પ્રસંગે દેશભક્તિ અને દેશ માટે ત્યાગની ભાવનાને વ્યક્ત કરવા માટે મને આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે, “યહ (ભારત) ચંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ, યહ તર્પળ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ, ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ. હમ જીએંગે તો ઈસકે લિએ, ઔર મરેંગે તો ઈસકે લિએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.