Western Times News

Gujarati News

ઓડિશામાં ખાતર ઉદ્યોગોના ફોસ્ફોજીપ્સમ કન્સાઇનમેન્ટનો ઉપયોગ ગુજરાતમાં અલ્ટ્રાટેકના એકમમાં સિમેન્ટ ઉત્પાદનમાં કરવામાં આવશે

default

અલ્ટ્રાટેક ફોસ્ફોજીપ્સમના જથ્થાના પર્યાવરણીય પડકારોને સંબોધવા દરિયાકાંઠાના જળમાર્ગ પરિવહનમાં અગ્રણી બની

ભારતમાં એક અનન્ય પહેલમાં આદિત્ય બિરલા ગ્રુપ (એબીજી)ની સિમેન્ટ ફ્લેગશિપ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ દ્વારા ફોસ્ફોજીપ્સમ કન્સાઇનમેન્ટના પરિવહન માટે આંતરદેશીય અને દરિયાકાંઠાના જળમાર્ગોનો લાભ લેવામાં આવ્યો છે.

57,000 મેટ્રિક ટન (એમટી) ફોસ્ફોજીપ્સમનું કન્સાઈનમેન્ટ ઓડિશાના પારાદીપ બંદરેથી બલ્ક  કાર્ગો કેરિયરમાં મોકલવામાં આવ્યો હતો અને 25મી એપ્રિલ, 2023ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના કોવાયામાં સ્થિત અલ્ટ્રાટેક સિમેન્ટના ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ યુનિટ, ગુજરાત સિમેન્ટ વર્ક્સ (જીસીડબ્લ્યુ)ની જેટી પર પહોંચ્યો હતો.

ભારતની સૌથી મોટી સિમેન્ટ અને રેડી-મિક્સ કોંક્રીટ (આરએમસી) કંપની અલ્ટ્રાટેકે તેની કામગીરીની વેલ્યુ ચેઈનમાં ટકાઉપણું લાવવાના પ્રયાસમાં એબીજીના ટકાઉપણું માળખાને સંસ્થાકીય બનાવ્યું છે. અલ્ટ્રાટેક માટે ટકાઉપણાના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક સર્ક્યુલર ઈકોનોમી છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે સી ઝાંવરે જણાવ્યું હતું કે, “સિમેન્ટ ઉત્પાદનમાં ઔદ્યોગિક અને મ્યુનિસિપલ કચરાના ઉપયોગ દ્વારા ભારતમાં સર્ક્યુલર ઈકોનોમીને ચલાવવામાં સિમેન્ટ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. ફોસ્ફોજીપ્સમના પરિવહન માટે આંતરદેશીય અને દરિયાકાંઠાના જળમાર્ગોનો ઉપયોગ કરવા માટે અલ્ટ્રાટેકની આ ઉદ્યોગ-પ્રથમ પહેલ ભારતમાં સર્ક્યુલર ઈકોનોમીને આગળ લઈ જવામાં સિમેન્ટ ક્ષેત્રની ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.”

 

અલ્ટ્રાટેકે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઈફ્કો), અને પારાદીપ ફોસ્ફેટ્સ લિમિટેડ (પીપીએલ) પાસેથી ફોસ્ફોજીપ્સમ મેળવ્યું છે. ફોસ્ફોજીપ્સમ એ ફોસ્ફેટિક ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સની બાય-પ્રોડક્ટ છે.

સર્ક્યુલર ઈકોનોમીને મજબૂત બનાવવી

સિમેન્ટ ઉદ્યોગ ભારતમાં સર્ક્યુલર ઈકોનોમીના માળખામાં કેન્દ્રસ્થાને છે. સિમેન્ટ ઉત્પાદનમાં મોટા જથ્થામાં ઔદ્યોગિક કચરો અને મ્યુનિસિપલ કચરાના ઉપયોગથી લેન્ડફિલ પરના ભારણને નોંધપાત્ર રીતે ઘટાડવામાં તેમજ સળગાવવા જેવી પરંપરાગત કચરાના નિકાલની પદ્ધતિઓથી સંભવિત ગ્રીનહાઉસ ગેસ (જીએચજી) ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળે છે.

ભારતમાં ફોસ્ફોજીપ્સમનો લેગસી સ્ટોક આશરે 70 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હોવાનો અંદાજ છે. નાણાંકીય વર્ષ 2023 દરમિયાન ભારતમાં સિમેન્ટનું કુલ ઉત્પાદન 400 એમએમટી હતું તે જોતાં સિમેન્ટ ઉદ્યોગમાં વાર્ષિક આશરે 16 એમએમટી ફોસ્ફોજીપ્સમનો ઉપયોગ કરવાની ક્ષમતા છે.

અંતર્દેશીય અને દરિયાકાંઠાના જળમાર્ગો દ્વારા ફોસ્ફોજીપ્સમનું પરિવહન કરવા માટે અલ્ટ્રાટેકની આ અગ્રણી પહેલે અન્ય સિમેન્ટ કંપનીઓ માટે અનુસરણ કરવા માટે એક સસ્તા અને સલામત પરિવહન વિકલ્પ તરીકે ‘મલ્ટીમોડલ સપ્લાય ચેઈન’નો ઉપયોગ દર્શાવ્યો છે.

ખનિજ જીપ્સમના સ્થાને ખાતર ઉદ્યોગની આડપેદાશ ફોસ્ફોજીપ્સમનો ઉપયોગ, દેશમાં ખનિજ જીપ્સમના ખાણકામ પરની નિર્ભરતા ઘટાડવા તેમજ ભારત માટે કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવામાં ફાળો આપશે, કારણ કે ખનિજ જીપ્સમની મુખ્યત્વે આયાત કરવામાં આવે છે. અલ્ટ્રાટેક તેના ગુજરાત સિમેન્ટ વર્ક્સ ફેક્ટરીમાં ઉત્પાદન જરૂરિયાતોને આધારે પારાદીપમાંથી ફોસ્ફોજીપ્સમના પરિવહન માટે આંતરદેશીય અને દરિયાકાંઠાના જળમાર્ગોનો લાભ લેવાનું ચાલુ રાખશે.

ફોસ્ફોજીપ્સમનો પુનઃઉપયોગ, જેનો સામાન્ય રીતે ઔદ્યોગિક કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે, તેને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સર્ક્યુલર ઈકોનોમીના મુખ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) ભારતમાં સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે જીપ્સમના પુનઃઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.