Western Times News

Gujarati News

મહેસાણામાં શ્વાનની લાળને કારણે યુવાનને લીવરમાં ગાંઠ થઇ

યુવકને લીવરમાં ગાંઠ થઈ જતાં સ્થિતિ ગંભીર બની હતી, બાદમાં ત્રણ કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશનમાં તબીબને સફળતા સાંપડી હતી

મહેસાણા, મહેસાણાના કમાણા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨૫ વર્ષીય યુવાનને શ્વાન પાળવાનો શોખ હતો પરંતુ આ શોખ તેને ખૂબ મોંઘો પાડ્યો છે. જેમાં શ્વાનની લાળને કારણે યુવાનને લીવરમાં ગાંઠ થઇ ગઈ હતી. જેને લઈને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. In Mehsana, a young man developed a liver tumor due to dog saliva

આ દરમિયાન વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠ્‌યા હતા.કમાણા ગામના ચાવડા અશોકભાઈએ પાલતુ શ્વાન પાળ્યો હતો. તેઓ શ્વાનને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને માવજત કરતા હતા આ દરમિયાન અશોકભાઈની એકાએક તબિયત બગડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

પેટમાં સતત દુખાવો, ઉલ્ટી, ઉબકાની ફરિયાદ સાથે વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા ડૉ.કે.જી.પટેલ, સર્જન ડૉ.કે.કે.પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.હર્ષદ પરમાર, ડૉ.મિત ત્રિવેદી સહિતની તબીબોની ટીમના માર્ગદર્શન મુજબ રિપોર્ટ અને સીટી સ્કેન કરાવ્યું હતું.

જેમાં બહાર આવ્યું કે શ્વાનની લાળ લારવાને લીધે હાઈટેડિટ સિસ્ટની ગંભીર બીમારી થઈ છે. શ્વાનની લારવા પેટથી લિવર સુધી પહોંચી ગઈ ગયા બાદ આ સમસ્યાનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને તબીબ ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરી ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ મામલે તબીબોનું માનવું છે કે ઘરમાં કોઈપણ પશુ હોય તો તેના સંપર્કમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોઈ નાખવા જાેય ઉપરાંત અન્ય ચોકસાઈ પણ રાખવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.