Western Times News

Gujarati News

Nakizumo:જાપાનમાં માતા-પિતા બાળકોને રડાવવાની સંભવ દરેક કોશિશ કરે છે

નવી દિલ્હી, માતા-પિતા પોતાના બાળકો માટે શું શું નથી કરતા. પેરેન્ટ્‌સ પોતાના બાળકોને ક્યારેય પણ તકલીફ આપવા વિશે વિચારી શકતા નથી. પણ જાપાનના નાકી સૂમો કાર્યક્રમમાં માતા-પિતા પોતાના બાળકોને રડાવવાની સંભવ દરેક કોશિશ કરતા હોય છે.Nakizumo traditional crying sumo ritual

૪૦૦ વર્ષ જૂના નાકી સૂમો ફેસ્ટિવલ સમગ્ર જાપાનમાં દર વર્ષે મનાવામાં આવે છે. માનવામાં આવે છે કે, તેનાથી બાળકોને ખરાબ આત્માઓથી બચાવે છે અને તેમને સારુ સ્વાસ્થ્ય અને ભાગ્ય આપે છે. સૂમો પહેલવાન હરીફાઈ દરમ્યાન બાળકોને પકડીને અને અજીબોગરીબ અવાજ કાઢીને તેમને રડાવવાની કોશિશ કરતા હોય છે. જે બાળકો પહેલા રડે છે, તે હરીફાઈમાં જીતી જાય છે.

શનિવારે જાપાનમાં નોંધાયેલ બાળકોના પરંપરાગત crying sumo વિધિમાં ભાગ લીધો. કોરોના મહામારી આવ્યાના ચાર વર્ષ બાદ આ ફેસ્ટીવલને મનાવવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે, આ ઉત્સવથી શિશુઓને સારુ સ્વાસ્થ્ય મળે છે. માતા-પિતાએ પોતાના બાળકોને ટ્રેડિશનલ સૂમો એપ્રન પહેરાવ્યું.

બાદમાં તેમને ટોક્યના સેંસોજી મંદિરમાં સૂમો રિંગમાં એક બીજાનો સામનો કરાવ્યો. ઓની-દાનવના ચહેરા પહેરીને આવેલા કર્મચારીઓએ બાળકોને રડાવવાની કોશિશ કરી. સૌથી પહેલા જે બાળક રડે તેને એક સુમો રેફરી દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવે છે. સુમો રેફરી પણ ટ્રેડિશનલ યૂનિફોર્મમાં હતો.

એક છોકરી પંખાતી જીતના સંકેત આપી રહી હતી. એક બાળકની માતાએ એએફપીને કહ્યું કે, અમે બાળકોને રડવાની રીતને સાંભળીને તેના સ્વાસ્થ્યની સ્થિતી વિશે બતાવી શકીએ છીએ. હું તેમનું રડવાનું સ્વાસ્થ્ય સાંભળવા માગું છું. crying sumo ફેસ્ટીવલ માતા-પિતા અને દર્શકો માટે દેશભરના મંદિરો અને શ્રાઈનમાં આયોજીત કરવામાં આવે છે.

કાર્યક્રમ આયોજીત કરનારા અસાકુસા ટૂરિઝ્‌મ ફેડરેશનના અધ્યક્ષ શિગેમી ફુઝીએ કહ્યું કે, અમુક લોકો વિચારી શકે છે કે, આ ભયાનક છે કે બાળકોને રડાવે છે. પણ જાપાનમાં અમે માનીએ છીએ કે, જે બાળકો જાેરથી રડે છે, તેમના સ્વાસ્થ્ય ખૂબ સારા હોય છે. જાપાનમાં કેટલીય જગ્યા પર આ રીતના આયોજન થાય છે.

આયોજકના અનુસાર, કુલ ૬૪ બાળકોએ રિચુઅલમાં ભાગ લીધો. આ આયોજનના નિયમ એક ક્ષેત્રથી બીજી જગ્યામાં અલગ હોય છે. અમુક જગ્યા પર માતા-પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન સૌથી પહેલા રડે. બીજી જગ્યા પર સૌથી પહેલા રડનારુ બાળક હારી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.