Western Times News

Gujarati News

બેંગલોર સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો 21 રને વિજય

નવી દિલ્હી, જેસન રોયની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૨૧ રને વિજય નોંધાવ્યો હતો.

આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩માં બુધવારે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. IPL 2023 KKR vs RCB

કોલકાતાએ જેસન રોયના ૫૬ અને કેપ્ટન નિતિશ રાણાના તોફાની ૪૮ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૦ રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૫૪ રનની ઈનિંગ્સ રમી હોવા છતાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૯ રન જ નોંધાવી શકી હતી. પોઈન્ટ ટેબલમાં બેંગલોર ચોથા અને કોલકાતા છઠ્ઠા ક્રમે છે. ૨૦૧ રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી.

કેપ્ટન વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જાેડી ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ડુપ્લેસિસ ૧૭ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શાહબાઝ અહેમદ બે તથા ગ્લેન મેક્સવેલ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ૫૮ રનમાં બેંગલોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, વિરાટ કોહલીએ એક છેડો જાળવી રાખ્યો હતો.

કોહલીને સામે છેડે મહિપાલ લોમરોર અને બાદમાં દિનેશ કાર્તિકનો સાથ મળ્યો હતો. પરંતુ આ બંને બેટર સેટ થઈ ગયા બાદ આઉટ થઈ ગયા હતા. મહિપાલે એક ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૩૪ રન ફટકાર્યા હતા. જ્યારે કાર્તિકે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ ત્યારબાદ તે આઉટ થઈ ગયો હતો. તેણે ૩૭ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૫૪ રન ફટકાર્યા હતા. બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૯ રન નોંધાવી શકી હતી.

કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ ત્રણ તથા સુયશ શર્મા અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ ઝડપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ જેસન રોય અને જગદીશનની ઓપનિંગ જાેડીની આક્રમક બેટિંગની મદદથી શાનદાર શરૂઆત કરી હતી.

આ જાેડીએ ૯.૨ ઓવરમાં ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. જગદીશન ૨૯ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૨૭ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે જેસન રોયે અડધી સદી ફટકારી હતી. તેણે ૨૯ બોલમાં ૫૬ રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.