Western Times News

Gujarati News

સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં સાઉદી અરેબિયાની મહત્વની ભૂમિકા

નવી દિલ્હી, સુદાનમાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું છે. અહીં દિવસેને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. સોમવારે દેશમાં આગામી ૭૨ કલાક માટે યુદ્ધવિરામ થયું છે. આ દરમિયાન અહીંથી ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી લોન્ચ કરી દીધું છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં સાઉદી અરેબિયાએ મહત્વની ભૂમિકા નિભાવી છે. જેના માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સાઉદી અરેબિયાનો આભાર માન્યો છે. Important role of Saudi Arabia in evacuating stranded Indians in Sudan

ફરી એકવખત મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા ભારતનું સાચું મિત્ર બનીને સામે આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એક ટિ્‌વટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. જયશંકરે પોતાના સાઉદી સમકક્ષ ફૈસલ બિન ફરહાનનો આભાર માન્યો છે. વિદેશ મંત્રી જયશંકરે પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે, ‘હું સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાન અને સાઉદી ઓથોરિટીઝના પૂર્ણ સહકાર માટે તેમનો આભાર માનું છું.’ ગત એક સપ્તાહમાં સાઉદી અરેબિયાએ ૬૨ દેશોના ૨૦૦૦થી વધુ લોકોને સુદાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. હવે આ દેશ વિદેશી નાગરિકો માટે પણ આગળની મુસાફરીનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે.

સુદાન સંકટમાં સાઉદી અરેબિયા એક પ્રભાવી દેશ બનીને ઉભર્યો છે. ભારતના ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા ત્રણ હજાર ભારતીયોને સુરક્ષિત કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ભારત તરફથી નૌકાદળના બે જહાજ આઈએનએસ સુમેધા અને આઈએનએસ તેગને તૈનાત કરી દેવાયા છે.

જેદ્દામાં આ જહાજાે ઉપરાંત ભારતીય વાયુસેનાના બે સી-૧૩૦જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ તૈયાર છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે, અત્યાર સુધીમાં સુદાનથી ૫૦૦થી વધુ ભારતીયોને બહાર કઢાયા છે.

સાઉદી અરેબિયામાં તૈનાત રહેલા ભારતના પૂર્વ રાજદૂત તલમીઝ અહમદે જણાવ્યું કે, સાઉદી અરેબિયા રેડ સી પર સ્થિત એક સ્ટ્રેટેજિક જગ્યા છે અને એટલે બધા દેશોને રાહત કાર્ય માટે તેની મદદની જરૂર પડે છે. પોર્ટ સુદાનથી જેદ્દા સુધીનો દરિયાઈ માર્ગ સુદાન અને પૂર્વ આફ્રિકાથી આવતા મુસ્લિમ તીર્થયાત્રીઓ માટે ઐતિહાસિક રીતે એક લોકપ્રિય રસ્તો રહ્યો છે.

એવામાં તેની સાથે ઈતિહાસ આપોઆપ જાેડાયેલો છે. અહમદે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિઓએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરી દીધા છે. અ હમદે ન્યૂઝ એજન્સી સ્પૂતનિકને જણાવ્યું કે, સાઉદી અરેબિયાનો સુદાન સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સીઝ પર સારો એવો પ્રભાવ છે.

આ દેશએ સુદાનના પૂર્વ નેતા ઉમર અલ-બશીરના વર્ષ ૨૦૧૯માં થયેલા તખ્તાપલટ દરમિયાન બંને દળોનું સમર્થન કર્યું હતું. ભારત તરફથી કહેવાયું છે કે, તે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) સાથે સુદાનમાં પોતાના રાહત પ્રયાસોમાં સહકાર આપી રહ્યું છે. પૂર્વ ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘સાઉદી અરેબિયા અને યુએઈ વર્ષ ૨૦૧૯થી જ સુદાનમાં સૈન્ય સહકારના પ્રમુખ સંસ્થાપકોમાં સામેલ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.