Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભારતની જેમ અમેરિકામાં રહેશે દિવાળીની રજા

નવી દિલ્હી, અમેરિકાના પેન્સિલવેનિયામાં હવે દિવાળીની રજા રહેશે કારણ કે આ દિવસને અહીં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે બુધવારે (૨૬ એપ્રિલ) ટ્‌વીટ કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્‌સ પેન્સિલવેનિયાએ હિન્દુ તહેવાર દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી છે. Diwali will be a holiday in America

પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે માન્યતા આપવા સર્વાનુમતે મતદાન કર્યું હતું. સેનેટર નિકિલ સવાલે ટિ્‌વટર પર લખ્યું કે આ તહેવારની ઉજવણી કરનારા તમામ પેન્સિલવેનિયનોનું સ્વાગત છે. તમે અમારા માટે મહત્વના છો. માય ટ્‌વીન ટિયર્સ દ્વારા અહેવાલ મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં પેન્સિલવેનિયા રાજ્યના સેનેટર ગ્રેગ રોથમેન અને સેનેટર નિકિલ સાવલે દિવાળીને સત્તાવાર રાષ્ટ્રીય રજા બનાવવા માટે એક કાયદો રજૂ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, પેન્સિલવેનિયા રાજ્યમાં ૨ લાખથી વધુ દક્ષિણ એશિયાઈ લોકો રહે છે. આ બધામાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ દિવાળીની ઉજવણીમાં ભાગ લે છે. રોથમેને જણાવ્યું હતું કે હજારો પેન્સિલવેનિયનો દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે, જેમાં ૩૪મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના ઘણા રહેવાસીઓનો સમાવેશ થાય છે.

દિવાળી એ પ્રકાશ અને એકબીજા સાથે જાેડાણનો તહેવાર છે. તે પેન્સિલવેનિયા ઉજવવામાં આવે છે. આ દરમિયાન, દિવાળીની પૂજા મંદિરો, ઘર અને સમુદાય કેન્દ્રોમાં કરવામાં આવે છે. ભારતીય મૂળના સેનેટર નિકિલ સાવલે કહ્યું કે ચાલો અંધકાર પર પ્રકાશના અનંત સંઘર્ષની જીતની ઉજવણી કરીએ.

તે આપણા જીવનમાં નવા હેતુની આશા આપે છે. આ તહેવાર સત્તાવાર માન્યતાને પાત્ર છે. આ સંદર્ભે સેનેટર સાથે જાેડાઈને હું સન્માનિત છું. નિકિલ સવાલે રોથમેનનો દિવાળીને રાષ્ટ્રીય રજા બનાવવા અંગેનું બિલ પસાર કરવા બદલ આભાર માન્યો હતો. આ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers