Western Times News

Gujarati News

વિનોદ અદાણીએ અદાણીની ત્રણ કંપનીઓમાંથી રાજીનામા આપ્યા

નવી દિલ્હી, ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રૂપ માટે નેગેટિવ વાતાવરણ પેદા થયું છે. આ દરમિયાન વિનોદ અદાણીએ આ પગલું ભર્યું છે. Gautam Adani Brother Vinod Adani

હિન્ડનબર્ગના રિપોર્ટમાં વિનોદ અદાણી વિશે પણ કેટલાક ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. વિનોદ અદાણી એક સમયે સૌથી ધનાઢ્ય NRI ગણવામાં આવતા હતા. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલસાની ખાણો સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ – કારમાઈકલ રેલ એન્ડ પોર્ટ સિંગાપોર, કારમાઈકલ રેલ સિંગાપોર અને એબોટ પોઈન્ટ ટર્મિનલ એક્સપેન્શનમાંથી વિનોદ અદાણીએ રાજીનામું આપી દીધું છે. અદાણી ગ્રૂપે આ રાજીનામા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અદાણી જૂથ પર દેખરેખ રાખવામાં નિયમનકારો નિષ્ફળતા રહ્યા છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે એક સમિતિને તપાસનો આદેશ આપ્યો, તેનાથી થોડા દિવસ અગાઉ જ આ રાજીનામા અપાયા છે.

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે સવાલો કરવામાં આવ્યા તેના કારણે ગ્રૂપની કંપનીઓના શેર ઘટવા લાગ્યા હતા. હવે મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓ કારમાઈકલ રેલ એન્ડ પોર્ટ સિંગાપોર, કારમાઈકલ રેલ સિંગાપોર અને એબોટ પોઈન્ટ ટર્મિનલ એક્સપેન્સનના ડિરેક્ટરનું પદ છોડી દીધું છે.

આ ત્રણ કંપનીઓમાં અદાણી ગ્રૂપે અબજાે ડોલર લગાવ્યા છે. જાેકે, વિનોદ અદાણી હજુ પણ સિંગાપોર સ્થિત એબોટ પોઈન્ટ પોર્ટ હોલ્ડિંગ્સના બોર્ડમાં સામેલ છે. આ દરમિયાન સેબી એ બાબતની તપાસ કરી રહી છે કે અદાણી ગ્રૂપ અને વિનોદ અદાણી વચ્ચેના કેટલાક ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે ડિસ્ક્લોઝ કરાયા હતા કે નહીં.

અદાણી ગ્રૂપના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિનોદ અદાણી અમુક કંપનીઓના શેરહોલ્ડર હોવા સિવાય તેઓ કારમાઈકલ માઈન કે તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોઈ પણ રીતે સંકળાયેલા ન હતા. ત્રણ મહિના અગાઉ ૨૪ જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટે અદાણી ગ્રૂપ પર આરોપો કરીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણીએ પોતાના શેરના ભાવ કૃત્રિમ રીતે વધાર્યા છે અને વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત શેલ કંપનીઓએ કરોડો ડોલરની હેરાફેરી કરી છે.

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી ૭૪ વર્ષના છે અને અત્યાર સુધી તેમના વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે. તેમણે કોમોડિટીમાં ટ્રેડિંગ કરીને જંગી કમાણી કરી હોવાનું માનવામાં આવે છે અને તેઓ ૧.૨ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા હોવાનું કહેવાય છે. વિનોદ અદાણી દુબઈથી જ ફેમિલી ઈન્વેસ્ટમેન્ટ ઓફિસ મારફત બધું સંચાલન કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.