Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વડનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન

માનનીયા સાંસદ મહેસાણા શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા 26 એપ્રિલ 2023 ના રોજ અમદાવાદ મંડળ ના વડનગર રેલવે સ્ટેશન પર રેલવે મુસાફરોની સુવિધા માટે બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન કર્યું.

મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિશક્તિ) શ્રી રાજેન્દ્ર કુમાર દ્વારા માનનીય સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી પવનકુમાર સિંહ માહિતી આપતા જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 અને 02 પર બે પેસેન્જર લિફ્ટ લગાવવામાં આવી છે. vadnagar-railway-station-two-passenger-lift

જેનો ઉપયોગ એક સાથે 13 મુસાફરો કરી શકશે. આ લિફ્ટ ના ઇન્સ્ટોલેશન બાદ વડનગર રેલવે સ્ટેશન પર મુસાફરો ને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા રહેશે. ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ઉપયોગી થશે.

માનનીય સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે વડનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેન દોડાવવા બદલ પ્રસંશા કરી.

આ પ્રસંગે મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિશક્તિ) શ્રી રાજેન્દ્ર કુમાર, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબન્ધક, શ્રી પવન કુમાર સિંહ, અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારી તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers