સૂર્યા એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટની સામેની અપીલમાં અરજદારો પ્રત્યે હાઈકોર્ટ નારાજ
હાઈકોર્ટને દસ્તાવેજાે ન આપી ગેરમાર્ગે દોરનારા અરજદારોને રપ૦૦૦નો દંડ
(એજન્સી)અમદાવાદ, સોલા વિસ્તારમાં આવેલા મીડલ ઈન્કમ ગ્રુપ એમઆઈજીના સૂર્ય એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટના મુદે થયેલી અપીલને રદ કરતાં હાઈકોર્ટનાં એકટીગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારોના વલણ પ્રત્યે ભારે નારાજગી અને અણગમો વ્યકત કર્યો હતો.
અપીલકર્તા દ્વારા સીગલ જજ સમક્ષ જે દસ્તાવેો રજુ કરવામાં આવ્યા હતા એમાંથી કેટલાક દસ્તાવેજાે ડીવીઝન બેચ સમક્ષ રજુ કર્યા હતા. અને એવી દલીલ કરી હતી કે કોઈ ડોકયુમેન્ટસ મળ્યા નથી. જાેકે હકીકતમાં તમામ દસ્તાવેજાે સીગલ જજ સમક્ષ રજુ કરીશ દેવાયા હતા. તેમ છતાંય અપીલકર્તા તરફથી એ હકીકત કોર્ટથી છુપાવાઈ હતી. તેથી ખંડપીઠે આવા વલણની આકરી ટીકા કરી અરજદારોને રૂ.રપ હજારનો દંડ ફટકાર્યો છે.
અગાઉ આ મામલે સીંગલ જજ જસ્ટીસ વૈભવીબેન નાણાવટીએ રીડેવલપમેન્ટનો વિરોધ કરતી અરજી રદ કરી હતી. જેમાં ઠરાવ્યું હતું કે ૧૩ર ફલેટધારકોએ પૈકી ૧૪ જણા વાંધો રજુ કરે તો સમગ્ર પ્રોજેકટ ખોરંભી પાડી શકાય નહી આ ચુકાદા સામે અરજદારોએ ડિવીઝન બેચમાં અપીલ કરી હતી.
જેમાં પ્રાથમીક સુનાવણી બાદ એઅવી ચોકાવનારી હકીકત કોર્ટ સમક્ષ આવી હતી કે સીગલ જજે તમામ ડોકયુમેન્ટસનંુ મુલ્યાંકન કર્યા બાદ એવી ચોકાવનારી હકીકત કોર્ટ સમક્ષ આવી હતી કે સીગલ જજે તમામ ડોકયુમેન્ટસનું મુલ્યાંકન કર્યા બાદ ચુકાદો આપ્યો હતો.
પરંતુ અપીલકર્તા એડવોકેન્ટસની અપીલમાં તમામ ડોકયુમેન્ટસ મુકાયા નહોતા અને સુનાવણીની શરૂઆતમાં એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ ડોકયુમેન્ટસ અપાયા જ નથી. ગુજરાત હાઉસીગ બોર્ડ અને ડેવલપર તરફથી થયેલી દલીલોમાં આઅ હકીકત સામે આવવતાં ખંડપીઠે નારાજગી દર્શાવી હતી અને સીગલ જજ સમક્ષ થયેલી પીટીશનનો સમગ્ર સેટ ચાલુ કોર્ટ દરમ્યાન મંગાવ્યો હતો.
ત્યારબાદ ખંડપીઠે આદેશમાં નોધ્યું હતું કે હાઈકોર્ટનો મત છે કે જે વ્યકિતઓ ગેરકાયદેસર બાંધકામ કરીને દુકાનો ચલાવતા હોય અને તેઓ રીડેવલપમેન્ટની એવી સ્કીમનો વિરોધ કરતાં હોય જે ગાઈડલાઈન્સ મુજબ મંજુર થઈ હોય .ત્યારે સીગગલ જજના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવાનું જણાતું નથી.
બીજી તરફ સિગલ જજ સમક્ષ જે સોગદનામું રજુ કરવામાં આવ્યું હતું એ. આ અપીલમાં કોર્ટ સમક્ષ ન રજુ કરીીને એવી દલીલ કરવામાં આવી ીહતી કે કોઈ ડોકયુમેન્ટસ આપવામાં આવ્યા નથી. જાેકે અમે અપીલકર્તાઓની આ વર્તનને સ્વીકારતા નથી અને એના પ્રત્યે અણગમો વ્યકત કરીએ છીએ.
જે મેઘડ અપીલકર્તાઓને અપનાવી છે. એના પ્રત્યે અને તમામ ડોકયુમેન્ટસ જે પિટીશનનો ભાગ છે તેને રજુ કરી ન હોવાથી અપીલકર્તાઓને રપ હજારનો દંડ કરીએ છીએ. આઠ સપ્તાહમાં આ રકમ લીગલ ઓથોરીટી સમક્ષ જમા કરાવવાની રહેશે. જાેકે અમે અપીલકતાઓ તરફથી એડવોકેટ દ્વારા માંગવામાં આવેલી બિનશરતી માફીને ગ્રાહ્ય રાખીએ છીએ.’