નવસારી ખાતે GSRTCની 125 એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
એસ.ટી. નિગમના જણાવ્યા અનુસાર 2023ના આ ચાર મહિનાના સમયગાળામાં એસ.ટી. નિગમનાં નરોડા વર્કશોપ ખાતે તૈયાર થયેલી 500 જેટલી નવી સ્લિપર, લકઝરી અને મીની બસોનું લોકાર્પણ થઈ ચૂકયું છે. આ બસો રોડ ઉપર દોડીને મુસાફરોની સુખાકારી વધારી રહી છે.
નરોડા વર્કશોપ ખાતે હાલમાં પણ દર મહિને 90થી 95 જેટલા નવા વાહનો તૈયાર થઈ રહ્યા છે. હવે નવસારી ખાતે વધુ એક લોકાર્પણના કાર્યક્રમની તૈયારી નિગમે કરી હતી. 125 જેટલી લક્ઝરી, સ્લિપર, અને નવી મીની બસોનો લોકાર્પણ કાર્યક્રમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નવસારી ખાતે આગામી તા.29મી એ યોજાયો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ નવીન બસ સ્ટેશન કાર્યરત થતાં મુસાફરોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે. pic.twitter.com/XlwBvjdOeB
— CMO Gujarat (@CMOGuj) April 28, 2023