Western Times News

Gujarati News

શું સુનિલ ગ્રોવરની થશે કપિલ શર્મા શૉમાં રિએન્ટ્રી?

મુંબઈ, તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, ‘ધ કપિલ શર્મા’ની આ સિઝન જૂન ૨૦૨૩માં પૂર્ણ થઈ રહી છે. જાેકે, તેના મેકર્સે આ અંગેની સત્તાવાર માહિતી નથી આપા, પરંતુ શૉનો નવો પ્રોમો સામે આવ્યો છે, જે હિન્ટ આપે છે કે, શું કપિલ શર્મા જૂના કોમેડિયનને પરત લાવી શકે છે? મહત્વનું છે કે, ફેન્સ આજે પણ સુનિલ ગ્રોવરને ખૂબ જ યાદ કરે છે. તેણે પ્રખ્યાત ડોક્ટર ગુલાટી અને ગુત્થીના પાત્ર નિભાવીને દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા.

ત્યારબાદ કપિલ શર્મા સાથેના વિવાદ પછી તેણે શૉ છોડી દીધો હતો. ધ કપિલ શર્મા’ શૉનો નવા પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમોમાં કપિલ શર્મા, અર્ચના પૂરણ સિંહ, કૃષ્ણા અભિષેકથી લઈને સુમોના ચક્રવર્તી અને રાજીવ ઠાકુર જેવા કલાકાર જાેવા મળી રહ્યા છે. જાેકે, આ તમામ લોકો પોતપાતાના પાત્રમાં જ છે.

સપના બનીને કૃષ્ણા અભિષેક જ્યારે રાજીવ ઠાકુરની મજાક ઉડાવતા એવું કહી દે છે કે, જેને સાંભળ્યા પછી ફેન્સ અનુમાન લગાવવા લાગે છે કે, શું સુનિલ ગ્રોવર આ શૉમાં પરત આવવાના છે. આ વીડિયોમાં કપિલ કૃષ્ણા અભિષેકને કહે છે કે, ‘સપના તુ આ ગઈ! સચ મેં બડા અચ્છા લગ રહા હૈ.’ તેના જવાબમાં કૃષ્ણા કહે છે કે, થેન્ક્યુ કપ્પૂ. તને ખબર છે કપ્પૂ, આવનારી સિઝનમાં હું આવી ગઈ વે સિદ્ધુ પણ આવી જશે.

ધીમે ધીમે બધા જૂના લોકો પરત આવવાના છે. આ જ વાત સાંભળીને રાજીવ ઠાકુર કહે છે કે, તું એટલી ખુશ ના થઈશ. કારણ કે, વધારે જૂના લોકો આવી ગયા તો તું પણ જતી રહીશ. આ પ્રોમોને જાેઈને યુઝર્સ કમેન્ટબાજી કરવા લાગ્યા છે. તેઓ તાત્કાલિક કહેવા લાગ્યા કે, સુનિલ ગ્રોવરને પરત લાવવો જાેઈએ. તે શૉની શાન હતા.

જાેકે, આવી કોઈ જાણકારી સ્પષ્ટ નથી થઈ કે, મેકર્સ સુનિલ ગ્રોવરને લાવવાનું વિચારી રહ્યા છે. આ પહેલા અભિનેતા પોતે જ સ્પષ્ટ ના કહી ચૂક્યા છે કે, તે ફરી આ શૉમાં પરત નહીં આવે. સુનિલ ગ્રોવરે એચટીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અત્યારે તો આવું કંઈ નથી. અથવા તો તમે ફેન્સને પૂછી લો. હું અત્યારે જે કરી રહ્યો છું તેમાં વ્યસ્ત છું. તેઓ પણ વ્યસ્ત છે અને સારું કામ કરી રહ્યા છે. હું અત્યારે નોન ફિક્શન પ્રોજેક્ટ્‌સને એન્જાેય કરી રહ્યો છું. એટલે અત્યારે આવો કોઈ પ્લાન નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.