Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બડે અચ્છે લગતે હૈ ૩ સાથે નકુલ-દિશાની ટીવી પર વાપસી

મુંબઈ, બડે અચ્છે લગતે હૈ ૨માં રામ અને પ્રિયાના પાત્રોમાં વાહવાહી મેળવ્યા બાદ ફરી એકવાર નકુલ મહેતા અને દિશા પરમાર સાથે જાેવા મળવાના છે. સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’ની શરૂઆત ઓગસ્ટ ૨૦૨૧માં થઈ હતી. એ વખતે નકુલ અને દિશા લીડ રોલમાં હતા. જાેકે, ફેબ્રુઆરી ૨૦૨૩માં નકુલ અને દિશાની શોમાંથી એક્ઝિટ થયા પછી લીપ આવ્યો હતો.

લીપ બાદ શોમાં નીતિ ટેલર અને રણદીપ રાય લીડ રોલમાં જાેવા મળે છે. હવે માહિતી સામે આવી રહી છે કે, ‘બડે અચ્છે લગતે હૈ’ની ત્રીજી સીઝન આવવાની છે જેમાં નકુલ અને દિશા ફરી એકવાર ટીવી સ્ક્રીન પર સાથે દેખાશે. આ અંગે સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોનું માનીએ તો, “નવી સીઝનનું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે.

લગભગ આવતા મહિનાથી શૂટિંગ શરૂ થઈ શકે છે. હાલની સીઝનમાં દેખાતા રણદીપ રાય, નીતિ ટેલર, પૂજા બેનર્જી અને લીનેશ મટ્ટુ નવી સીઝનના ભાગ નહીં હોય. શોના મેકર્સે સ્ટોરીલાઈન એવી રીતે ગોઠવી છે કે, ટ્રેક એકદમ સામાન્ય રીતે પૂરા થયા હોય તેવું લાગશે.” આ મુદ્દે વાત કરવા માટે દિશા અને નકુલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ થઈ ના શક્યો.

દોઢ વર્ષ સુધી ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં રામનું પાત્ર ભજવ્યા પછી ગત ડિસેમ્બરમાં શો છોડવા અંગે નકુલે કહ્યું હતું કે, તે વાર્તામાં વધુ કંઈ આપી ના શકતો હોવાથી શો છોડવાનો ર્નિણય કર્યો છે. સાથે જ તેણે કીધું હતું કે, રામ કપૂરના પાત્રને ભજવવાનું મિસ કરશે. આ સીરિયલની પહેલી સીઝનમાં સાક્ષી તંવર અને રામ કપૂર લીડ રોલમાં હતા.

એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી પણ આ શોનો ભાગ હતી. મે ૨૦૧૧માં ‘બડે અચ્છે લગતે હૈ’ની પહેલી સીઝન લોન્ચ થઈ હતી અને ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલ્યા બાદ જુલાઈ ૨૦૧૪માં તેનો અંત આવ્યો હતો. દિશા પરમારની વાત કરીએ તો, તે હાલ પતિ રાહુલ વૈદ્ય સાથે દુબઈમાં રજાઓ ગાળી રહી છે. દિશા પતિ સાથે એરપોર્ટ પર જાેવા મળી ત્યારે કેટલીક મહિલાઓએ રાહુલ સાથે સેલ્ફી લેવાની વિનંતી કરતાં તે હસી પડી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers