બેંગાલુરુમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા કરનારો ૨૦ વર્ષનો યુવક ઝડપાયો
અમદાવાદ, કોલેજ કાળમાં મિત્રોનું ગ્રુપ બને તેવી જ રીતે નાની-નાની વાતે દુશ્મનાવટ થઈ જતી હોય છે. બે જૂથ વચ્ચેનો ઝઘડો ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. બેંગાલુરુમાં આવી જ ઘટના સામે આવી છે. જ્યાં ૨૨ વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. શુક્રવારે રાત્રે બેંગાલુરુના યેલાહંકામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં બે જૂથ વચ્ચે કોલેજના ફેસ્ટિવલ દરમિયાન લડાઈ થઈ હતી. જેમાં વડોદરાના મિકેનિકલ એન્જિયરિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું મોત થયું છે. A 20-year-old youth who killed a Vadodara student was arrested in Bengaluru
પોલીસે છોકરાની ઓળખ ભાસ્કર જેટ્ટી તરીકે કરી છે. શુક્રવારે થયેલી હત્યામાં શનિવારે રાત્રે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો, ભાસ્કર જેટ્ટી બીટેકનો ફાઈનલ વર્ષનો સ્ટુડન્ટ હતો અને યેશવંતપુર પાસે આવેલા માથીકેરેમાં રહેતો હતો. આ ઝઘડામાં ભાસ્કરના ક્લાસમેટ શરથને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભાસ્કર વડોદરાનો હતો અને ત્યાંથી બેંગાલુરુ અભ્યાસ માટે આવ્યો હતો.
બેંગાલુરુમાં તે પોતાના સંબંધી દશરથ સાથે રહેતો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર-પૂર્વ) લક્ષ્મી પ્રસાદના જણાવ્યા અનુસાર, કોલેજ ફેસ્ટિવલ દરમિયાન રાત્રે ૯.૩૦ કલાકની આસપાસ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. એ દરમિયાન ભાસ્કરને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી.
આ ઈજાના કારણે તેનું મોત થયું હતું. “બેંગાલુરુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઓળખવા અને તેમની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે”, તેમ લક્ષ્મી પ્રસાદે અગાઉ જણાવ્યું હતું. પોલીસે આગળ જણાવ્યું કે, ભાસ્કર અને શરથ પર હુમલો કરનારા ત્રણ શખ્સોની ઓળખ થઈ છે.
“આરોપીઓ કોણ છે તેનો અંદાજાે આવી ગયો છે અને તેમને પકડવા માટે વિવિધ ટીમો કામ કરી રહી છે”, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું. ભાસ્કરના હાથ અને છાતી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને લોહીલુહાણ હાલતમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પહોંચ્યાની થોડી જ ક્ષણોમાં તેનું મોત થયું હતું. પોલીસ અને કોલેજ મેનેજમેન્ટે ઘટનાની જાણ કરતાં જ શનિવારે ભાસ્કરનો પરિવાર બેંગાલુરુ જવા રવાના થયો હતો.
હાલ તો પોલીસે ૨૦ વર્ષના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ભાસ્કર જેટ્ટીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. શનિવારે રાત્રે પોલીસે ૨૦ વર્ષીય ભરતેશ એનએની અને આ જ કોલેજના બીજા વર્ષમાં બીઈનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ભરતેશ વ્હાઈટફીલ્ડ પાસે આવેલા ચન્નાસંદ્રા પાસે રહે છે. હાલ પોલીસે ભરતેશની જ્યૂડિશિયલ કસ્ટડી માગી છે.SS1MS