Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દીકરીને અપશુકનિયાળ માની માતા-પિતાએ હત્યા કરી

સુરેન્દ્રનગર, કોરડા ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ અંધવિશ્વાસમાં પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બાઈકનો માર્ગ અકસ્માત થતા અને અગાઉની કેટલીક ઘટનાઓને ટાંકીને દંપતીએ પોતાની ૧ વર્ષની દીકરીને અપશુકનિયાળ માની લીધી હતી. The parents killed the daughter considering it inauspicious

ત્યારપછી દંપતીએ તેની હત્યા કરવાનું કાવતરુ રચ્યું અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. નોંધનીય છે કે તેઓ ૧૧ વર્ષથી લગ્નના બંધનમાં બંધાયા છે. તથા ૫ દીકરીઓ હોવાથી પુત્ર પ્રાપ્તિ અર્થે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા. તેમાં અપશુકનિયાળ ગણતા દીકરીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ૧ વર્ષીય બાળકીની હત્યાના કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દંપતીને ૫ દીકરીઓ હતી અને તેઓને એક પુત્રની ઈચ્છા હતી.

જાેકે ૧ વર્ષ પહેલા પણ દીકરાની જગ્યાએ દીકરી આવતા દંપતી નિરાશ થઈ ગયું હતું. આ દરમિયાન તેઓ બાઈક પર ભગવાનના મંદિરે લઈ જઈ રહ્યા હતા. બાઈક સ્લિપ થઈ જતાની સાથે જ દંપતી સહિત ૧ વર્ષીય દીકરી જમીન પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં દંપતી અને દીકરીને સામાન્ય ઈજા પહોંચી હતી.

તેવામાં માતા-પિતાએ આ માસૂમ દીકરીને અપશુકનિયાળ માની લીધી હતી. એટલું જ નહીં એના કારણે જ બધુ ખરાબ તેમના જીવનમાં થતું હોય એવું લાગવા લાગ્યું હતું. જેથી કરીને ઘટનાસ્થળે જ તેમણે પોતાની ૧ વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી. દંપતીએ અલંકાર હોટલ પાસેથી પસાર થતા સમયે દીકરીને પાણીમાં ફેંકી દીધી હતી. ત્યારપછી સ્થાનિકોને પાણીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers