ક્રિકેટ સટ્ટા બેટીંગમાં સુરતનું નેટવર્ક સંભાળતા હુઝેેફાનો ભાઈ ઝડપાયો

સુરત, ક્રિકેટ સટ્ટા બેટીગનું દુેબઈથી ઓપરેટ થતાં આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સુરતનું નેટવર્ક સંભાળતા હુઝેફાનો ભાઈ છ મહીના બાદ ઝડપાયો હતો. હુઝેફા ઝડપાતા તેનો ભાઈ હુસેન મોબાઈલ ફોન અને લેપટોપ ફોર્મેટ કરી હિમાચલ ભાગી ગયો હતો. Huzefa’s brother caught handling Surat network in cricket betting
સુરત ઈકો સેલ એસઓજી સાથે મળી ગત તા.૧ ઓક્ટોબર ર૦રરના રોજ ડીંડોલી રાજમહેલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનમાં દરોડો પાડી યુધ્ધગ્રસ્ત યુક્રેન ખાતેથી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેેચ ઉપર રમાતા ઓનલાઈન સટ્ટા બેટીંગના ગેરકાયદેેે આર્થિક ટ્રાન્ઝેકશનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
તપાસ દરમ્યાન ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરવા માટે રપ૦ ડમી એકાઉન્ટ બનાવી તેમાં રૂા.૭૮૦૦ કરોડથી વધુના વ્યવહારો કરાયા હોવાનો ખુલાસો થયો હતો.
એ પૈકી રૂા.૩.૦૪ કરોડ જેટલી રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી કુલ ૮ આરોપીની ધરપકડક રી હતી. આ ગુનામાં ચાર્જશીટ રજુ કરી દુબઈ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ગાંધીધામ, બનાસકાંઠા, પાટણના ર૬ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે પૈકી ખંભાતના દિનુભાઈ ભરવાડ ઉર્ફે દિનેશ ખંભાતી રત્નાભાઈ ભરવાડની પણ દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી હતી.
દરમ્યાન ઈકો સેલે રેડના સમયેેે જેની ધરપકડ કરી હતી તે ક્રિકેટ સટ્ટા બેટીંગના દુબઈથી ઓપરેટ થતાં આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સુરતનું નેટવર્ક સંભાળતા હુઝેફા મકાસરવાળાનો ભાઈ હુેસેેન મોબાઈલ ફોન અને લેપટોપ ફોર્મેટ કરી ભાગી ગયો હતો.
ગતરોજ તે નવી કોર્ટેેેે બિલ્ડીંગ પાસે હોવાની બાતમી પીઆઈ એ.વાય.બલોચને મળ્યા બાદ ઈકો સેલે તેના સ્ટેશન રોડ લક્કાડોટ લે ગ્રાઉન્ડ હોટલની બાજુમાં ઝેની કોમ્પ્લેક્ષ સ્થિત ફલેટ નં.૪૦૩માં તપાસ કરી હતી.
ત્યાં ૩૪ વર્ષીય હુસેન મળતા તેની ધરપકડ કરી તેના પહેલી મે સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. તેની પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કેે ઈકો સેલની રેડને લીધે તેના ઉપરીઓ કિશન અને હાર્દિક મહેતાની સુચનાનેે પગલે તે મોબાઈલ ફોન અને લેપટોપ ફોર્મેટ કરી હિમાચલના કસોલ ખાતે ભાગી ગયો હતો. ત્યાં તેના રોકાણની તમામ વ્યવસ્થા તેના ઉપરીઓએ જ કરી હતી.