Western Times News

Gujarati News

ડમી વકીલ અને પીટીશન રાઈટર અંગે હાઈકોર્ટ સુધી ફરિયાદ

વકીલ કે પીટીશન રાઈટર તરીકે ઓળખ આપીને ર૪ શખ્સ મોટી રકમ પડાવતા હોવાનો વકીલ મંડળના પ્રમુખનો આરોપ

તળાજા, તળાજામાં ડમી વકીલ અને પીટીશન રાઈટર અંગે હાઈકોર્ટ સુધી ફરીયાદ થઈ છે. મામલતદાર , ડેપ્યુટી કલેકટર અને કોર્ટ કચેરી નજીક ર૪ જેટલા શખ્સ વકીલ કે પીટીશન રાઈટર તરીકે ઓળખ આપીને મોટી રકમ પડાવતા હોવાનો આરોપ વકીલ મંડળના પ્રમુખે મુક્યો છે. Complaint to High Court regarding dummy lawyer and petition writer

તળાજાની મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને કોર્ટે કચેરી નજીક અનેક દુકાનો એવી છે કે જેમાં વ્યવસાય કરનાર લોકો વકીલ ન હોવા છતાંય પોતાની જાતને પોતાની ઓળખ એક વકીલ તરીકે કે પીટીશન રાઈટર તરીકે આપીને અરજદારો પાસેથી મોટી રકમ પડાવતા હોવાના આરોપ લગાવતી ફરીયાદ તળાજાના વકીલ મંડળના પ્રમુખ ભરત પાઠક દ્વારા સ્થાનિક પ્રશાસનથી લઈને રાજ્યનાં વડી અદાલત સુધી કરી છે જેનેે તળાજા વકીલ મંડળ દ્વારા સોશ્યલ મેડીયામાં પણ વહેતી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજ્યના સૌથી મોટા ડમી પરીક્ષાર્થી કાંડમાં તળાજાના ઈસમોના સૌથી વધુ નામો ખુલ્‌ રહ્યા છે. ત્યારે તળાજાના વકીલ મંડળે ડમી વકીલ અને પીટીશન રાઈટર બની બેઠેલા લોકો સામે ફરીયાદ કરી છે. પાંચ પેજ પર લખેલી ફરીયાદમાં આરોપ લગાવ્યો છે કે

અહીંની મામલતદાર કચેરી અને કોર્ટ કચેરી નજીક નજીક આવેલી હોઈ અહીં આવેલી દુકાનોમાં આશરે ર૪ થી વધુ વ્યક્તિઓ દ્વારા પોતાની જાતને અડવોકેટ તરીકે ખોટી ઓળખાણ આપતા હોય છે અને મોટા નામ લોકોનેેે વિશ્વાસમાં છેતરવાનો ધધો કરે છે.

પીટીશન રાઈટર તરીકેના ઓેળખ પણ ખોટી આપી છે. અમુક વ્યક્તિઓ તો પોતે વકીલ ન હોવા છતાં પણ જાણે મોટો વકીલ હોય એ રીતેની ખોટા કાર્ડ પણ છપાવેલા છે. એટલુ જ નહીં સરકારી કર્મચારી હોવાનો અમુક લાભ લઈ રહ્યા છે. અરજદારને હેરાન પરેશાન કરવાનો પણ આરોપ લગાવાયો છે.

આરોપ એવો પણ લગાવાયો છે કે કોર્ટેેને લગતી તમામ કામગીરી કરવામાં આવશે તથા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે વકીલના નામ પર ખુબ જ ખોટા પ્રમાણમાં રકમ લે છે.

વકીલ મડળના પ્રમુખ ભરત પાઠકે પાંચ પાના ભરીને લખાયેલા પત્રમાં એવો પણ આરોપ મુક્યો છે કે મામલતદાર કલેકટર કોર્ટના ન્યાયાધીશ અને તેઓનો સ્ટાફ સાથે સારા સંબંધો હોવાથી તેની સાથે ‘વહીવટ’ કરવા પડશે એમ જણાવીને મોટી રકમ લોકો પાસેથી પડાવવાનો ધંધો કરતાં હોય છે. જે વકીલો ની એક પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવે છે. તેમજ સ્ટેમ્પ લાયસન્સ ધરાવનાર વધુ રકમ પડાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.