ક્રિમિનોલોજીનું જ્ઞાન વિશ્વને સુરક્ષિત બનાવવામાં મદદરૂપઃ ડૉ. જે.એમ. વ્યાસ
ક્વાઝુલુ-નાટાલ યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કર્યા
ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે બે દિવસીય BRICS ઇન્ટરનેશનલ કોલોક્વિયમ (પરિસંવાદ)નો પ્રારંભ તા.૧લી મે, ૨૦૨૩ના રોજ થયો છે.
આ પરિસંવાદ NFSU; ક્વાઝુલુ-નાટાલ યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા; ઉચ્ચ શિક્ષણ અને તાલીમ વિભાગ, દક્ષિણ આફ્રિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, દક્ષિણ આફ્રિકાના સહયોગથી કરવામાં આવ્યો છે. જેનો વિષય છે, ‘મેથોડ્સ ફોર ધ ક્રિએશન ઓફ બ્રિક્સ સિક્યોરિટી સિસ્ટમ’ છે.
આજના ઉદઘાટન સમારોહ દરમિયાન, મહત્વના સમજૂતી કરાર (એમઓયુ) ઉપર ડૉ. ર્નિમલા ગોપાલ, પ્રોફેસર (ક્રિમિનોલોજી), ક્વાઝુલુ-નાટાલ યુનિવર્સિટી-દક્ષિણ આફ્રિકા અને પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-એનએફએસયુ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનો હેતુ ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે.
NFSUના કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, ક્રિમિનોલોજી (અપરાધશાસ્ત્ર)નું જ્ઞાન વિશ્વને સલામત અને સુરક્ષિત બનાવવામાં સહાયરૂપ બનશે. વૈશ્વિક આતંકવાદ, સાયબર સિક્યોરિટી, ડ્રગ્સની હેરફેર જેવા મુદ્દાઓને કુનેહપૂર્વક હલ કરવાની જરૂર છે.
આ પડકારોને આ પરિસંવાદમાં આવરી લેવામાં આવ્યા છે. જેથી, નિષ્ણાતો સર્વગ્રાહી NFSU સુરક્ષા પ્રણાલી પર પોતાના વિચારો રજૂ કરશે, જે વિશ્વને સુરક્ષા અને શાંતિ માટેનું મજબૂત વ્યવસ્થાતંત્રની જરૂરિયાત પૂરી પાડશે.
જજ ગોરાન લેમ્બર્ટ્ઝ, વરિષ્ઠ કાઉન્સેલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને પૂર્વ સ્વીડિશ ચાન્સેલરે વિશેષ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ વિશ્વ માટે સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદાની જાળવણી અત્યંત જરૂરી છે. સામાન્ય સુરક્ષા વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ થાય તે મહત્ત્વનું છે.
ડૉ. ર્નિમલા ગોપાલ, પ્રોફેસર (ક્રિમિનોલૉજી), યુનિવર્સિટી ઑફ ક્વાઝુલુ-નાટાલ, દક્ષિણ આફ્રિકાએ યુએન પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન અંગે માહિતી આપી હતી.
પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર-દ્ગહ્લજીેં દિલ્હી અને ડીન, સ્કૂલ ઑફ બિહેવિયરલ ફોરેન્સિક્સ દ્વારા બ્રિક્સ પ્રોજેક્ટમાં NFSU ના એમઓયુ અને ભૂમિકા વિશે માહિતી આપી હતી. ડૉ. બેઉલા શેખર, ચેર પ્રોફેસર ઇન ક્રિમિનોલોજી, NFSU-દિલ્હી કેમ્પસે આભારવિધિ કરી હતી.
આજના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, સ્વીડનનું પ્રતિનિધિમંડળ, દ્ગહ્લજીેંની વિવિધ શાળાઓના ડીન્સ-એસોસિયેટ ડીન્સ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.