Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગરીબ મહિલાઓ માટે વિના મૂલ્યે બ્યુટી પાર્લર મહેંદીના તાલીમ વર્ગ ખુલ્લા મુકાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીયાદ, ફલાહૈ દારૈન કેળવણી ટ્રસ્ટ નડિયાદ દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદી કોષ ના વર્ગો નું આજે ગુજરાત સ્થાપના દિવસે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ગરીબ યુવતી ઓ તેમજ મહિલાઓને વિનામૂલ્યે આ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. Free beauty parlor mehndi training classes opened for poor women

જેથી કરીને તેઓ આ વર્ગોમાં હુન્નર શીખીને પોતાનું નાનું એવો વ્યવસાય શરૂ કરી શકે તેવો આ સંસ્થાનો હેતુ છેઆ ઉદ્‌ઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બેસ્ટ સ્કૂલના આચાર્ય રીમાબેન પારેખ એ કર્યું હતું બાદ માં સંસ્થાના કો-ઓડીનેટર મહંમદ હાફિઝ મલેકે આવા વ્યવસાયલક્ષી વર્ગો શરૂ કરવા પાછળનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે

આ સંસ્થા નું વર્ષોથી એવું અભિયાન છે કે સમાજ માં જકાત પાત્ર ને જકાત આપનાર બનાવો …જેથી ગરીબો ઓશિયાળા ન બને ખાસ કરીને મહિલાઓ માટે આ સંસ્થા કઈને કંઈ નવું કરવા માટે આગળ આવી રહી છે આ વર્ગોમાં ગરીબ તેમજ આર્થિક રીતે સમૃદ્ધ મહિલાઓ યુવતીઓ પણ જાેડાઈ શકે છે

જેથી બ્યુટી પાર્લર અને મહેંદી કોષ કરી કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓ તેમજ બહેનો માટે શીખવાની ઉત્તમ તક છે તે બહેનોએ ઝડપી લેવા અપીલ કરી હતી સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ એ.જી શેખ ક્લાસીસ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે અમીર કે ગરીબ ભેદ પારખવા કેટલા રૂપિયા છે તે નહીં પરંતુ કેટલું હૂન્નર છે

તેનાથી માપી શકાય છે સંસ્થા મહિલાઓ માટે આજે આવા વર્ગો ખુલ્લા મુકીને ખૂબ જ મોટી જવાબદારી અદા કરી રહી છે તે ખૂબ જ આનંદની વાત છે

આ પ્રસંગે બ્યુટી પાર્લરના ટ્રેનર નમીરા ખલીફા મેહદીકોષના ટ્રેઇનર ઉજમાએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું અંતે વેલ્ફેર એન્ડ એજ્યુકેશનના જનરલ સેક્રેટરી ઈકબાલ મેમણ એ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નઝમીન મલેક દ્વારા કરવામાં આવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers