Western Times News

Gujarati News

પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે અને તેને ઘટાડીને ૪૧૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ પેટ્રોલિયમ ક્રૂડ પર પ્રતિ ટન ૬૪૦૦ રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આ નવા ઘટાડેલા દરો આજથી એટલે કે મંગળવારથી લાગુ થઈ ગયા છે અને સરકારે એક સત્તાવાર સૂચના દ્વારા તેની જાણકારી આપી છે. ડૉલરના સંદર્ભમાં, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન ઇં૫૦.૧૪નો ઘટાડો કર્યો છે.

ભારત સરકારે પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવી રાખ્યો છે એટલે કે આ પેટ્રોલિયમ ઉત્પાદનો પર કોઈ વિન્ડફોલ ટેક્સ નથી. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય કિંમતો અને અન્ય પરિબળોના આધારે દર પખવાડિયામાં એટલે કે દર ૧૫મા દિવસે વિન્ડફોલ ટેક્સના દરોમાં ફેરફાર કરે છે અને આ પ્રક્રિયા જુલાઈ ૨૦૨૨ થી ચાલુ છે.

સરકારે ગયા વર્ષે જુલાઈમાં પહેલીવાર આ વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો અને ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લી વખત ૪ એપ્રિલે, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સને તેની અગાઉની કિંમત ૩૫૦૦ રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કરી દીધો હતો, એટલે કે તેના પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. જાે કે, આ પછી, ૧૯ એપ્રિલે, સરકારે ફરી એકવાર ક્રૂડ પરના ટેક્સમાં ફેરફાર કર્યો અને તેને વધારીને ૬૪૦૦ રૂપિયા પ્રતિ ટન કરી દીધો.

જુલાઈ ૨૦૨૨ માં ભારતમાં પ્રથમ વખત વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો અને તે દેશની બહાર ગેસોલિન, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણના વેચાણ પર મેળવેલા નફાને વસૂલવા માટે ક્રૂડ ઓઇલ ઉત્પાદકો પર લાદવામાં આવ્યો હતો. હકીકતમાં, ખાનગી રિફાઇનરીઓ આ પેટ્રોલિયમ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને વધુ નફો કમાઈ રહી હતી અને સ્થાનિક બજારને બદલે ત્યાં તેલ ઉત્પાદનો વેચવાનો પ્રયાસ કરી રહી હતી, જેને ઘટાડવા માટે સરકારે આ વિન્ડફોલ ટેક્સ લાદ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.