પ્યોર ૨૪ કેરેટ સોનાની ચા! કિંમત પણ સાવ ઓછી
નવી દિલ્હી, દુનિયામાં ચાના શોખીનોની કોઈ કમી નથી. ચા પ્રત્યેનો તો લોકોનો પ્રેમ એટલો બધો છે કે તેઓ વિવિધ પ્રકારની ચા અજમાવતા હોય છે અને તેમાં પણ નવા નવા સ્વાદના શોખીન હોય છે. ભારતમાં તો મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે, તો કેટલાક લોકો તો દિવસમાં ૮-૧૦ ચા આરામથી પીવે છે.
ચાલો આજે તમને એક નવી પ્રકારની ચા બતાવીએ. એ જાેઈને કહેશો કે હવે તો હદ થઈ ગઇ હોં. આજકાલ ખાણી-પીણીને લઈને વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. આ લેખમાં એવી જ એક વાત છે. એવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફૂડ બ્લોગર તુલસી-કાળા મરી કે તજ નહીં પણ સોનાની ચા બતાવી રહ્યો છે.
એક ટી સ્ટોલ પર ચા બનતી વાયરલ વીડિયોમાં જાેવા મળી રહી છે. શરૂઆતમાં તે સામાન્ય ચા જેવી લાગે છે, તેમાં માત્ર વધુ દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ચા પીરસતી વખતે તેમાં ક્રીમ ઉમેરવામાં આવે છે અને પછી તેને સોનાના વરખ સાથે કપમાં સર્વ કરવામાં આવે છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડ ટીની કિંમત ૧૫૦ રૂપિયા છે.
મતલબ કે જે માણસ પોતાને થોડો અમીર માને છે તે જ પી શકે છે. વિડિયોને ઈંસ્ટાગ્રામ પર Eattwithsid નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને હજારો લોકોએ જાેયો છે અને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાકને ચા સ્વાદિષ્ટ લાગે છે તો કેટલાક લોકો એવા છે જેમણે તેને ઝેર ગણાવી છે. પણ આવી ચા એક વખત ટ્રાય કરવા માટે પણ લોકો જાય છે ખરા.SS1MS