Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એક સ્કૂલમાં ભણતા હતા દિવ્યા, ફરહાન અને શરમન

મુંબઈ, શું તમે જાણો છો કે બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર, શરમન જાેષી અને દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભારતી સ્કૂલમાં એકસાથે ભણતા હતા? કારણકે હવે સોશિયલ મીડિયા પર તેઓનો બાળપણનો સ્કૂલનો એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ તમામ બોલિવૂડ કલાકારો એકસાથે જાેવા મળી રહ્યા છે.

આ ફોટોગ્રાફમાં એક્ટ્રેસ દિવ્યા ભારતી, ફરહાન અખ્તર અને શરમન જાેષી સ્કૂલ ડ્રેસમાં જાેવા મળી રહ્યા છે. આ ફોટો વર્ષ ૧૯૮૪નો છે જ્યારે તેઓ મુંબઈની Maneckji Cooper Education Trust Schoolમાં સાથે અભ્યાસ કરતા હતા. આ તસવીર મુંબઈની માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલની છે, જે વર્ષ ૧૯૮૪ની છે. આ ફોટોમાં ઘણા બાળકો દેખાઈ રહ્યા છે, જેમાંથી ૫ને ગોળાકાર વર્તુળ સાથે હાઈલાઈટ કરવામાં આવ્યા છે.

રાઉન્ડ સર્કલમાં બોલિવૂડના અન્ય સ્ટાર્સ પણ હાજર છે. વાયરલ થઈ રહેલા આ ફોટોમાં દેખાઈ રહેલું એક બાળક ‘૩ ઈડિયટ્‌સ’નો શરમન જાેશી છે. આ સિવાય ફોટોમાં દિવ્યા ભારતી સાથે ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને ફિલ્મ એડિટર આનંદ સુબયા પણ જાેવા મળે છે. દિવ્યા ભારતીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ બોમ્બેમાં ઓમ પ્રકાશ ભારતી અને મીતા ભારતીના ઘરે થયો હતો.

તેને કુણાલ નામનો એક નાનો ભાઈ અને પૂનમ નામની સાવકી બહેન હતી. દિવ્યાને હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષા બોલતા આવડતી હતી. તે ઢીંગલી જેવી દેખાતી હતી. તેનું શિક્ષણ જુહુની એક શાળામાં થયું હતું. તે ૯મા ધોરણ પછી અભિનયમાં નસીબ અજમાવવા નીકળી હતી. તારીખ ૫ એપ્રિલ, ૧૯૯૩ના રોજ દિવ્યા ભારતી અંધેરી વેસ્ટના વર્સોવા સ્થિત તેના એપાર્ટમેન્ટના ૫મા માળની બાલ્કનીમાંથી પડી ગઈ હતી. અભિનેત્રીને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. દિવ્યા ભારતીના મૃત્યુનું કારણ માથામાં ગંભીર ઈજા આપવામાં આવ્યું હતું. જાે કે, દિવ્યાએ આત્મહત્યા કરી કે પછી અકસ્માતે બાલ્કનીમાંથી પડી છે તે ક્યારેય સ્પષ્ટ થયું નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers