Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લાલ સિંહ ચઢ્ઢા કોઈ શાનદાર ફિલ્મ નહોતી: અનુપમ ખેર

મુંબઈ, એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હોલીવુડની કલ્ટ ક્લાસિક ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક હતી.

થિયેટરોમાં ફિલ્મ ફ્લોપ થવા પાછળનું કારણ ‘બોયકોટ ટ્રેન્ડ’ માનવામાં આવતું હતું. પરંતુ અભિનેતા અનુપમ ખેર આ વાત સાથે સહમત નથી. તેમણે એક નવા ઈન્ટરવ્યુમાં બોયકોટ ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. સાથે એ પણ કહ્યું કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ કોઈ શાનદાર ફિલ્મ નથી અને તે ફ્લોપ થવા પાછળનું કારણ બોયકોટ નથી. એક ઈન્ટરવ્યુમાં અનુપમ ખેર કહે છે કે, ‘લાલ સિંહ ચઢ્ઢા કોઈ શાનદાર ફિલ્મ નહોતી. જાે તે સારી ફિલ્મ હોત તો દુનિયાની કોઈ શક્તિ તેને હિટ બનતા રોકી શકી ના હોત. આમિર ખાનની પીકે સારી ફિલ્મ હતી અને તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. મુદ્દો એ છે કે તમારે સત્ય સ્વીકારવાની જરૂર છે.

હું બૉયકોટ બૉલીવુડ ટ્રેન્ડના પક્ષમાં નથી. હું નથી માનતો કે આવો ટ્રેન્ડ કોઈ ફિલ્મને હિટ બનતી રોકી શકે. તમે કોઈને રોકી શકતા નથી. જાે તમારી પ્રોડક્ટ સારી છે તો તે આપમેળે પ્રેક્ષકોને શોધી કાઢશે. વધુ લોકો તે જાેશે. તમે શાનદાર કામ કરતા રહો. ફિલ્મ સારી હશે તો ચાલશે, પણ ખરાબ હશે તો નહીં ચાલે.

દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને જાે કોઈ અભિનેતાને પરિસ્થિતિ વિશે કંઈપણ કહેવાનો અધિકાર છે, તો જ્યારે લોકો તેના વિશે કંઈક કહે ત્યારે તેને સાંભળવાની હિંમત પણ હોવી જાેઈએ. સૂત્રોએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે ચાર વર્ષ આપવા છતાં આમિરને તેમાંથી એક ફૂટી કોડી પણ મળી નથી.

લાલ સિંહ ચઢ્ઢામાંથી તેને ૧૦૦ કરોડ જેટલા રૂપિયા મળવાના હતા, પરંતુ હવે તેણે બધુ નુકસાન પોતે ઉપાડી લેવાનો ર્નિણય કરી ફિલ્મ ફ્લોપ રહેવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers