Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હવે ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં નહીં જોવા મળે ઐશ્વર્યા

મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેંના લીડ એક્ટરો પૈકીની એક ઐશ્વર્યા શર્માએ સીરિયલને અલવિદા કહી દેવાનું મન બનાવી લીધું છે. આ સમાચાર પાખીના ફેન્સને ઝટકો આપી શકે છે.

અઢી વર્ષ સુધી ઐશ્વર્યા શર્માએ આ સીરિયલમાં પાખીનો રોલ કર્યો છે. ઐશ્વર્યા શર્માએ ગુમ હૈ કિસી કે પ્યાર મેં સીરિયલ છોડવાનો ર્નિણય કરવાની સાથે જ જણાવ્યું છે કે, તેનો શો છોડવાનો સહેજ પણ અફસોસ નથી. ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા શર્માએ કહ્યું કે, બધી જ સારી વસ્તુઓનો અંત આવે છે અને એ જ ન્યાયે મારી જર્ની પણ આ શોમાં અહીં સુધીની જ હતી. પાખીની જર્ની પૂરી થઈ છે અને ઐશ્વર્યા યાદોનો ખજાનો લઈને આ શોમાંથી વિદાય લઈ રહી છે. આ શોએ મને બધું જ આપ્યું છે.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ થકી મેં ધાર્યું હતું તેના કરતાં પણ વધારે મળ્યું છે એટલે હું કાયમ તેની ઋણી રહીશ. મને લાગે છે કે હવે બીજી તકો શોધવાનો સમય પાકી ગયો છે. જે શો સાથે તમે વર્ષોથી સંકળાયેલા હો તેને છોડીને આગળ વધવું સરળ નથી હોતું. જાેકે, ઐશ્વર્યાને પોતાના ર્નિણયને લઈને કોઈ અફસોસ નથી.

તેણે કહ્યું, કશું જ કાયમી હોતું નથી. ઉપરાંત એક કલાકારે વિવિધ વસ્તુઓ કરતાં રહેવાની અને પડકાર રૂપ પાત્રો ભજવવાની જરૂર હોય છે. પાખીનું પાત્ર ક્યારેક પોઝિટિવ તો ક્યારેક નેગેટિવ દર્શાવાયું હતું. જેના કારણે ઐશ્વર્યા શર્મા સોશિયલ મીડિયા પર કેટલીયવાર ટીકાનો ભોગ બની હતી. આ ટ્રોલિંગથી તેને ફરક પડતો હતો? આ સવાલનો જવાબ આપતા ઐશ્વર્યાએ કહ્યું, “શરૂઆતમાં મને ખરાબ લાગતું હતું પરંતુ ધીમે-ધીમે મને અહેસાસ થયો કે આ એક પ્રક્રિયાનો ભાગ છે.

જ્યારે દર્શકો કોઈ પાત્ર સાથે જાેડાય છે ત્યારે તેઓ નથી ઈચ્છતા કે મૂલ્યોની દ્રષ્ટિએ તે ખોટું હોય. જાેકે, અમે સૌ લેખકોની કલ્પનાને જીવીએ છીએ. એટલે જ મેં ફક્ત મારા કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આપણે શેના પર ધ્યાન કેંદ્રિત કરવું તે આપણા ઉપર છે. ઐશ્વર્યા શો છોડી રહી છે ત્યારે પોતાની સાથે કેટલીય યાદો લઈ જઈ રહી છે. આ સીરિયલના સેટ પર જ તે એક્ટર નીલ ભટ્ટના પ્રેમમાં પડી અને લગ્ન કર્યા. ઐશ્વર્યા અને નીલના લગ્ન નવેમ્બર ૨૦૨૧માં થયા હતા.

ઐશ્વર્યાએ કહ્યું, “નિઃશંકપણે હું મારા મનપસંદ કો-એક્ટર અને મારા પતિ નીલ ભટ્ટ સાથે શૂટિંગ કરવાનું મિસ કરીશ. કો-એક્ટર્સ તરીકે અમારી વચ્ચે ઊંડી સમજણ છે. આ શો મારા માટે જ બન્યો હતો કારણકે મને મારી જિંદગીની સૌથી કિંમતી વસ્તુ- મારો જીવનસાથી નીલ મળ્યો. હું મારા શોના પ્રોડ્યુસરો અને યુનિટની કાયમ માટે આભારી રહીશ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers