Western Times News

Gujarati News

જમીન વેચવા મામલે ત્રણ યુવકે મામા અને તેમના બે પુત્ર પર હુમલો કર્યાે

પ્રતિકાત્મક

અમદાવાદ, મિલકતના હિસ્સા મામલે અનેક વખત લોહિયાળ જંગ થતો હોય છે, જ્યાં લોહીના સંબંધો ઉપર પૈસો ભારે પડતો હોય છે. જમીન વેચવાના મામલે સરદારનગરમાં બે બહેને તેમનાં સંતાનોને બોલાવીને ભાઈ અને તેમનાં સંતાનો પર હુમલો કરાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. Three youths attacked an uncle and his two sons regarding the sale of land

સરદારનગર વિસ્તારમાં ખોડલધામ સોસાયટીમાં રહેતા વકીલ પિન્કીબહેન પટેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સમીર કુમુદભાઈ પટેલ, પ્રતીક પટેલ, અપૂર્વ પટેલ વિરુદ્ધ મારામારી તેમજ ધમકીની ફરિયાદ કરી છે. પિન્કીબહેન પતિ ગૌરાંગભાઈ, સાસુ, સસરા તેમજ જેઠ સાથે સંયુક્ત પરિવારમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે. થોડા દિવસ પહેલાં પિન્કીબહેન પરિવાર સાથે ઘરે હાજર હતાં ત્યારે તેમનાં ફોઈ સાસુ ગીતાબહેન અને મંજુલાબહેન આવ્યં હતાં.

ગીતાબહેન તેમજ મંજુલાબહેને આવતાંની સાથે જ ગાંધીનગરની કોલવડા ખાતે આવેલી જમીનના હિસ્સાની વાતચીત કરી હતી. બંને મહિલાએ જમીન વેચી દેવાની વાત કરી હતી. બંને મહિલાએ જમીન વેચી દેવાની વાત કરી હતી જાેકે પિન્કીબહેનના સસરા યોગેશભાઈએ જમીન વેચવાની ના પાડી દીધી હતી.

જમીન વેચવાનો ઈનકાર કરી દેતાં બંને બહેન ઉશ્કેરાઈ હતી અને જાેરજાેરથી બૂમો પાડીને ઝઘડો કરવા લાગી હતી. દરમિયાનમાં ગીતાબહેને તેમના દીકરા સમીર તેમજ મંજુલાબહેને તેમના દીકરા પ્રતિક અને અપૂર્વને ફોન કરીને બોલાવી દીધા હતા.

સમીર, પ્રતીક અને અપૂર્વે આવતાંની સાથે જ પિન્કીબહેનના પતિ, જેઠ તેમજ સસરા પર હુમલો કરી દીધો હતો. ત્રણેયે ઘરમાં ઘૂસીને હુમલો કરતાં મામલો બીચક્યો હતો. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. પિન્કીબહેને તરત જ પોલીસને જાણ કરી દીધી હતી.

જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી. પોલીસ આવે તે પહેલાં બંને બહેન તેમજ તેમના દીકરા ત્યાંથી નાસી ગયાં હતાં. અપૂર્વએ જતા જતાં પિન્કીબહેનના પતિને ધમકી આપી હતી કે તું બહાર આવ તને જાેઈ લઈશ. એરપોર્ટ પોલીસે ત્રણેય યુવક વિરુદ્ધ મારામારી તેમજ ધમકીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.