Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે ઈલાયચી

પહેલી નજરે જાેવામાં સાવ નાનકડી લાગતી ઈલાયચી (એલચી) અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી વાયરલ અને એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે.

તેનું રોજ સેવન કરવાથી સિઝનલ બિમારીઓથી લઈને ડાયાબિટીસને ક્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આવા સંજાેગોમાં ડાયાબિટીસના દર્દીઓએ ચા મા ઈલાયચીનંુ સેવન જરૂર કરવુ જાેઈએ. ઈલાયચીથી શૃગર લેવલ અને વજન ક્ટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. તેનાથી આખો દિવસ્ એનેર્જેીટીક ફીલ થાય છે.

લોકો સવારસાંજ દૂધવાળી ચા પીતા હોય છે. આવા સંજાેગોમાં ૧-ર ઈલાયશી, ૧ ઈંચ આદુનો ટુકડો મિક્સ કરીને ચા પીવી ફાયદાકારક છે. તેનાથી શરીરનો થાક અને કમજાેરી દૂર થાય છે. ડાયાબિટીસને ક્ટ્રોલ કરવામાં મદદ મળે છે. અને પાચનતંત્ર મજબુત થાય છે. તેનાથી પેટનો દુઃખાવો કબજીયાત, એસીડીટી જેવી પરેશાનીઓ દૂર થાય છે.

જમવા સાથેેે જાેડાયેલીે ખરાબ આદતોના કારણે વજન વધે છે . તેમાંથી મેદસ્વીતા, ડાયાબિટીસ અને અન્ય બિમારીઓ જન્મે છે. અને તેેને સમય સાથે કંટ્રાલમાં લેવા ખુબ જરૂરી છે. આવા સંજાેગોમાં વજન ઘટાડવા માટે લોકો લીંબુમાંથી તૈયાર કરેલી લેમન ટી પીવે છે. તેમાં રહેલા પોટેશ્યમ, એન્ટી ઓક્સિડેન્ટ એન્ટી વાયરલ ગુણો વજન ઘટાડે છે.

ઘણા લોકોને લેમન ટીના સ્વાદ ગમતો નથી તને તેમાં જાે ઈલાયચી નાંખીનેે પીશો તો તે સ્વાદિષ્ઠ પણ લાગશે અને તમારૂ વજન પણ ઘટશે.

રોજ એક બે કપ ગ્રીન ટી પીવાથી શરીર સારી રીતે ડીટોક્સ થાય છે. જાે તમે ગ્રીન ટી માં ઈલાયચી મિક્સ કરીને પીશો તો શુગર લેવલની સાથે સાથે વજન પણ કટ્રોલમાં રહેશે.

ઈલાયચીના આ ફાયદા પણ જાણી લો
-ભોજન બાદ એક ઈલાયચી ચૂસવાથી મોંની વાસ દૂર થાય છે અને જમવાનું પણ સારી રીતેેે મચી જાય છે.
ઈલાયચીની ચા ના સેેવનથી ખાંસી–તાવ દૂર થાય છે.

તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ઈન્ફલેમેટરી અને એન્ટી-વાઈરલ ગુણ હોવાના કારણે મોં અને સ્કીનના કેન્સરની કોશિકાઓને લડવાની શક્તિ મળે છે.

તેમાં રહેલું મેગ્નેશ્યમ અને પોટેશ્યમ બ્લડ સક્ર્યુલેશન સુધારે છેે સાથે સાથે બ્લ્ડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેથી હાર્ટ એટેેક અને દિલની બિમારીઓથી દૂર રહી શકાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers