Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ડાંગમાં અકસ્માત નિવારવા ભયજનક વળાંક પર રોલર ક્રશ બેરિયર લાગશે

પ્રતિકાત્મક

ગુજરાત રાજ્યના સાપુતારા રોડ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે

ડાંગ,  ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા માર્ગ પર વારંવાર ગંભીર અકસ્માતો થવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગંભીર અકસ્માતો નિવારવા માટે રાજ્ય સરકારે રાજ્યનો પ્રથમ રોલર ક્રશ બેરિયર પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અકસ્માત નિવાર માટે ખુબ જ કારગર સાબિત પણ થઈ રહ્યો છે.

ડાંગ જિલ્લામાં વઘઈ-સાપુતારા પર્વતીય વિસ્તાર હોવાથી ઘણી જગ્યાએ ભયાનક વળાંક આવે છે. આ રસ્તા પર અકસ્માતની ઘટના નિવારવા માટે કુલ ૧૧ ભયજનક વળાંક પર પોઈલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોલર ક્રશ બેરીયર લગાવ્યા બાદ અકસ્માતમાં ૫૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

ત્યાર બાદ ડાંગમાં અકસ્માતો નિવારવા માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયર લગાવવામાં આવ્યા છે તે ખુબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ વઘઇના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ૬ માસમાં ૫૦ ટકા અકસ્માતની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે.

રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬મા કોરીયામા લગાડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજદિન સુધીમા કુલ ૩૩ દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર લગવામાં આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers