Western Times News

Gujarati News

વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની શક્યતા

નવસારી, હાલ કેરીની સિઝન ચાલી રહી છે. નવસારીમાં પણ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેરીની ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ પરેશાન બન્યા છે, કારણ કે જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટામાં કેરીના પાકનું સંપૂર્ણપણે ચિત્ર બદલી ગયું છે. આ વર્ષે પાકમાં ૭૦% નુકસાન થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે. Chance of damage to mango crop due to rain

નવસારી જિલ્લામાં શિયાળા અને ઉનાળા દરમિયાન લાંબા સમયથી વરસાદ નિયમિત બન્યો છે, જેના કારણે દર વખતે ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે, સરકાર નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે વાતાવરણના બદલાવને કારણે કેરી અને ચીકુને વધુ પ્રમાણમાં નુકસાન થયું છે. આ વખતે પણ કેરીની સીઝન મોડી શરૂ થઈ હતી, જે બાદ કુદરતના બીજા ફટકાર સ્વરૂપે વરસાદ છેલ્લા બે દિવસથી જાેવા મળતા કેરીમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના જાેવા મળી રહી છે.

નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી ડોક્ટર એ આર ગજેરાએ જણાવ્યું હતું કે, મત મુજબ આ વરસાદથી કેરીમાં જીવાત સહિત ફળ માખી ઉત્પન્ન કરશે. આ સાથે જ ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે, તેમાં ઈયળ સહિત જીવાત ઉત્પન્ન થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે જે કમોસમી વરસાદ અને વાતાવરણમાં જ બદલાવ જાેવા મળતા સૌથી વધુ પાક એવા કેરી અને ચીકુમાં જીવાત અને માખી ઉત્પન્ન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

કેરીનો પાક ફેબ્રુઆરીમાં વરસાદ પડતા મોર નુખરણ થયું હતું, જે બાદ એપ્રિલમાં ફરીવાર વાતાવરણ બદલાવ આવવા સાચી સમીક્ષા સાથે વરસાદ થતાં કેરીના પાક અને તેને ગુણવત્તા પર અસર થઈ હતી. તેના ઉપર રોગ ઉકરવાની સંભાવના છે. આ સાથે માખી ફરકવાનું શરૂ થયું હતું, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જાેવા મળી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.